Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કોવિદ -19 સંજોગોને કારણે બોર્ડની પરીક્ષાઓ રદ કરાઈ હોવાથી પરીક્ષા ફી પાછી અપાવો : 12 મા ધોરણના સ્ટુડન્ટના વાલીએ દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન કરી : નામદાર કોર્ટે CBSE ને આ અંગે યોગ્ય કરવા અનુરોધ કર્યો

ન્યુદિલ્હી :  કોવિદ -19 સંજોગોને કારણે બોર્ડની પરીક્ષાઓ રદ કરાઈ હોવાથી CBSE ના 12 મા ધોરણના સ્ટુડન્ટના વાલીએ દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન કરી છે. જેમાં જણાવ્યું છે કે બોર્ડની  પરીક્ષાઓ રદ કરવામાં આવી હોવાથી પરીક્ષા ફી પરત મળવી જોઈએ.

નામદાર કોર્ટે પિટિશનરને જણાવ્યું હતું કે પરીક્ષા રદ કરવામાં આવી હોવા છતાં એસેસમેન્ટ જેવા અમુક ખર્ચાઓ કરવાના થતા હોય છે.તેથી તમામ રકમ પાછી મળી શકે નહીં .તેમ છતાં આ અંગે યોગ્ય કરવા કોર્ટે CBSE ને અનુરોધ કર્યો છે.

સાથોસાથ અરજી કરનારને CBSE ના જવાબથી સંતોષ ન થાય તો કોર્ટમાં  ફરીથી પિટિશન દાખલ કરવા જણાવ્યું છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:50 pm IST)