Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

રાજદ્રોહનો આરોપ અંગ્રેજોએ મહાત્મા ગાંધી અને તિલક ઉપર લગાવ્યો હતો : આજે આઝાદીના 75 વર્ષ પછી રાજદ્રોહની કલમ 124A નો દુરુપયોગ થઇ રહ્યો છે : સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પિટિશન મામલે નામદાર કોર્ટે કેન્દ્ર સરકારનો ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટમાં આવેલી રાજદ્રોહ માટેની કલમ 124A નો વિરોધ કરતી પિટિશન દાખલ કરાઈ છે. જેમાં આ કલમનો દુરુપયોગ થઇ રહ્યો હોવાનું જણાવાયું છે. તથા નાગરિકોના વાણી સ્વાતંત્ર્ય ઉપર તરાપ લગાવી તેમના મૂળભૂત અધિકારનું હનન થઇ રહ્યું હોવાનું જણાવાયું છે. તેમજ તે અંગેના આધાર પુરાવાઓ પણ રજુ કરવામાં આવ્યા છે.

આથી નામદાર કોર્ટે ગઈકાલે આ અંગે દેશના એટર્ની જનરલ
કે.કે.વેણુગોપાલનું માર્ગદર્શન માગ્યું હતું તથા કેસ આજ ઉપર મુલતવી રાખ્યો હતો.

એટર્ની જનરલ વેણુગોપાલે જણાવ્યું હતું કે આ કલમ રદ કરવાની જરૂર નથી. પરંતુ તેના ઉપયોગ માટેની ગાઇડ લાઇન નક્કી કરવી જરૂરી છે.
નામદાર કોર્ટે જણાવ્યું હતું કે આઝાદી પહેલાના અનેક કાયદાઓ સુધારાયા છે.પરંતુ રાજદ્રોહનો કાયદો યથાવત છે.જે સુધારવો જરૂરી છે. તેવી ટિપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ખુલાસો માંગ્યો છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(1:21 pm IST)