Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

દુનિયામાં કોરોનાની ત્રીજી લહેરનો શરૂઆતનો તબક્કો શરુ થઇ ગયો :WHOની ગંભીર ચેતવણી

દુનિયાભરમાં ડેલ્ટા વેરિએન્ટના શરુ થયેલા કહેર વચ્ચે અઘનોમે આ ચેતવણી આપી

નવી દિલ્હી :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટ્રેડોસ અઘનોમે ચેતવણી આપતા કહ્યુ છે કે, દુનિયા કોરોના વાયરસની ત્રીજી લહેરના શરુઆતી તબક્કામાં પહોંચી ચુકી છે.દુનિયાભરમાં ડેલ્ટા વેરિએન્ટના શરુ થયેલા કહેર વચ્ચે અઘનોમે આ ચેતવણી આપી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડાનુ કહેવુ છે કે, કોરોનોના ડેલ્ટા વેરિએન્ટની હાલમાં અસર નથી દેખાતી તેવુ વિચારતા હોય તો બહુ જલ્દી આ વેરિએન્ટ દુનિયામાં સૌથી વધારે પ્રભાવ પાડનાર કોરોના વાયરસ બની જશે.કોરોના વાયરસ સતત વિકસીત થઈ રહ્યો છે અને પોતાના સ્વરુપ બદલી રહ્યો છે.ડેલ્ટાથી પણ વધારે સંક્રમણ ફેલાવનારા વેરિએ્ન્ટ પણ ભવિષ્યમાં આવે તો નવાઈ નહી હોય.વેક્સીન લગાવવાના કારણે થોડા સમય માટે કોરોનાના કેસો ઓછા થયા છે પણ હવે કેસો ફરી વધી રહ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયામાં પાંચ ક્ષેત્ર એવા છે જ્યાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે.એટલુ જ નહી દુનિયામાં 10 સપ્તાહ સુધી મોતની સંખ્યામાં ઘટાડો થયા બાદ હવે ફરી આ આંકડો વધવા માંડ્યો છે.દરમિયાન વૈશ્વિક સ્તરે કોરોનાના કેસ વધીને 18 કરોડ થઈ ચુકયા છે અને 40 લાખ લોકોના મોત થઈ ચુકયા છે.

(12:12 pm IST)