Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ટ્વીટર પાસેથી જાણકારી મેળવવામાં વિશ્વમાં ભારત પ્રથમ

કંપનીના રિપોર્ટમાં ખુલાસો : દેશમાં જુલાઈ-ડિસેમ્બર ૨૦૨૦માં સૌથી વધુ ટ્વીટર પાસેથી માહિતી લેવાય

નવી દિલ્હી તા. ૧૫ : નવા આઈટી નિયમોનું પાલન નહીં કરવા અંગે ભારત સરકાર સાથે ચાલી રહેલા મુકાબલા વચ્ચે ટ્વિટરએ એક નવો અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલ મુજબ, ગયા વર્ષે જુલાઈથી ડિસેમ્બરની વચ્ચે, ટ્વિટરને ભારતની સરકાર તરફથી ખાતાઓથી સંબંધિત માહિતી માટે સૌથી વધુ વિનંતીઓ મળી હતી. વિશ્વભરમાં કરવામાં આવતી આવી વિનંતીઓમાં ભારતનો હિસ્સો ૨૫ ટકા છે. માઇક્રો બ્લોગિંગ સાઈટે આ માહિતી આપી હતી.

ટ્વિટરએ તેના ટ્રાન્સપરન્સી રિપોર્ટ બ્લોગમાં કહ્યું છે કે, સામગ્રીને દૂર કરવા માટેની કાનૂની માંગની સંખ્યાના સંદર્ભમાં પણ ભારત જાપાન પછી બીજા નંબર પર છે. કંપની આવી વિનંતીઓને રિપોર્ટ કરવા માટે વર્ષમાં બે વાર અહેવાલો જારી કરે છે. ટ્વિટરે પોતાના નવા બ્લોગમાં કહ્યું છે કે તે વિશ્વની સરકારોએ આ પ્રકારના અનુરોધમાંથી ૩૦ ટકા અનુરોધનાં જવાબમાં કેટલીક સૂચનાઓ ફાળવવામા આવી છે.

કંપનીએ કહ્યું કે ભારત સરકાર પાસેથી માહિતી મેળવવા માટેની વિનંતીઓનો સૌથી મોટો સ્રોત છે અને વિશ્વભરમાંથી મળેલી વિનંતીઓમાં ૨૫ ટકા હિસ્સો છે. ટ્વિટરએ અહેવાલ આપ્યો છે કે સામગ્રીને દૂર કરવા માટેની કાનૂની માંગની સંખ્યાના સંદર્ભમાં જાપાન, ભારત, રશિયા, તુર્કી અને દક્ષિણ કોરિયા અનુક્રમે ટોચના પાંચ દેશોમાં શામેલ છે. આપને જણાવી દઈએ કે ભારત સરકાર સાથે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે, ટ્વિટરને દિલ્હી હાઈકોર્ટ દ્વારા નવા નિયમોનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી હતી. આ પછી ટ્વિટર દ્વારા વિનય પ્રકાશને ભારતમાં તેના ફરિયાદ અધિકારી તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા.

(11:36 am IST)