Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

' પ્રેગનન્સી બાઇબલ ' પુસ્તકની લેખિકા કરીના ( કપૂર ) ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ : પુસ્તકના ટાઇટલમાં ખ્રિસ્તી લોકોના પવિત્ર ધર્મગ્રંથનું નામ જોડવા સામે વિરોધ : પ્રેગનન્સી દરમિયાન લખેલા પુસ્તકમાં ધાર્મિક લાગણી દુભાવવા અંગે ખ્રિસ્તી ગ્રુપનો આરોપ

મુંબઈ : સુપ્રસિદ્ધ ફિલ્મી તથા ટીવી અભિનેત્રી કરીના ( કપૂર ) સૈફઅલી ખાન વિરુદ્ધ ખ્રિસ્તી ગ્રુપે પોલીસ ફરિયાદ કરી છે.

કરીના ખાને તાજેતરમાં ફેબ્રુઆરી માસમાં બીજા પુત્રને જન્મ આપ્યો છે. તેણે પોતાના બંને પુત્રોની પ્રેગનન્સી દરમિયાન આવેલા વિચારો દર્શાવતું પુસ્તક ' પ્રેગનન્સી બાઇબલ ' પ્રસિદ્ધ કર્યું છે. જેણે ઇન્સ્ટાગ્રામ ઉપર ધૂમ મચાવી છે.

આ પુસ્તકના ટાઈટલમાં ખ્રિસ્તીઓના પવિત્ર ધાર્મિક ગ્રંથના નામનો ઉપયોગ કરી લાગણી દુભાવવા બદલ ખ્રિસ્તી ગ્રુપે કરીના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. જોકે આ એફઆઈઆર હજુ નોંધાઈ નથી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(10:51 am IST)