Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

મહામારીના થર્ડ વેવના ભણકારાથી સોનાનો ભાવ ઉંચે જવાની દહેશત

મેળાવડા કોરોનાની ત્રીજી લહેરને આંમત્રિત કરી મુશ્કેલી સર્જાશે : મહાસતાઓની ઘેલછા યુધ્ધમાં પરિણમે તો, સોનાનો ભાવ અધધ વધશે

 

નવી દિલ્હી,તા. ૧૫: કોરોનાની બીજી લહેર નર્હિવત થવા સાથે જ બજારો હાઉસફુલ થવા માંડ્યા છે. જે સાથે મેળાવડાઓનો માહોલ કોરોનાની ત્રીજી લહેરને આંમત્રિત કરી મુશ્કેલીના વાદળો સર્જશે. મહામારીનું વિષચક્ર વકરે તો ગ્લોબલ કરન્સી ગણાતા સોનાનો ભાવ વધશે. અન્યથા સામાન્ય પરિસ્થિતીમાં થોડી વધઘટ જારી રહેશે.

 

વિશ્વના ફલક પર આધિપત્ય જમાવવા માટે ચાઇના, અમેરિકા, રશિયા સહિતના દેશ અશાંતિના બીજ રોપી રહ્યા છે. આવી નાજુક પરિસ્થિતીમાં યુધ્ધના બ્યૂગલ ફુંકાય તો સોનાનો ભાવ આસમાનને આંબશે. કોરોનાનો ત્રીજો વેવ કન્ટ્રોલમાં રહે તો સોનાના ભાવમાં રૂ.૫૦૦ની વધઘટ જારી રહેશે. પ્રવર્તમાન પરિસ્થિતી સંદર્ભે શહેરના જવેલર્સ-સાહિત્યકાર સુનિલ ગણદેવીકર અને વડોદરા જવેલર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ- નવીન સોનીએ ઉલલખ્યું હતું કે બુધવારે ૧૦ ચ્રામ સોનાનો ભાવ રૂ. ૪૯,૮૫૦ની આસપાસ રમતો હતો. પરિસ્થિતી યથાવત રહેશો તો સોનાના ભાવ વધવાની શકયતા નહિવત છે. અલબત્ત્।, ભવિષ્યમાં કોરોનાનો વર્લ્ડવાઇડ વેવ વકરે તો સોનાનો ભાવ રૂ.૫૦૦૦૦થીપ૪૦૦૦ જેટલો થાય તો નવાઈ નર્તિ. વિશ્વભરમાં કરન્સી કરતા ગોલ્ડની કિંમત વધુ છે. જેના અંતર્ગત કારણોમાં ગોલ્ડ સેફ હેવન- ગ્લોબલ કરન્સી તરીકે લેખાય છે. ફુગાવા સામે રક્ષણ આપતા સોનાની સંગ્રહખોરી બેફામ વધવા સાથે ઉપલા લેવલના સોદા ખુબજ વધે છે જે સાથે ભાવ કુદકે-ભૂસકે વધતા જ રહે છે. ૨૪  કેરેટ સોનાનો ભાવ રૂ.૪૯,૮૫૦ જયારે ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૪૬,૫૦૦ની આસપાસ રમે છે. જયારે,૧ કિલો સિલ્વરનો ભાવ રૂ.૭૧૦૦૦ છે. ઉલ્લેખનીય છે કે કિંમતી ધાતુ સોનાનો ભાવ વધે તો સિલ્વરનો ભાવ પણ વધવા પામે છે.

  • યુદ્ઘ યાય તો સોનાનો ભાવ આસમાનને આંબશે

વિશ્વમાં શાંતિ-ભાઇચારો બરકરાર રહે તો સોનાના ભાવમાં ઝાઝો ફેરફાર નોંધાતો નથી. પરંતુ વોર થાય તો સલામતી જોખમાય એવા ટાણે સોનાનો ભાવ આસમાનને આંબવાની સંભાવના પણ નકારી શકાતી નથી. સોનુ સલામત ગણાય છે તેથી વિશ્વભરમાં યલો મેટલનો કેઝ ઉત્ત્।રોત્ત્।ર વધતો જાય છે. જેથી પુરવઠા સામે માગ અતિશય વધતા ભાવ વધે છે. -સુનિલ ગણદેવીકર, જ્વેલર્સ

(10:24 am IST)