Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

GST.. રિટર્ન નહીં ભરનાર એમેનિટી સ્કીમમાં નહીં જોડાયા તો તવાઇ નક્કી

દર મહિને ૧૦ હજાર સુધીના દંડની વસૂલાત કરવામાં આવશે

 

નવી દિલ્હી,તા. ૧૫ : જીએસટી રિટર્ન નહીં ભરનારાઓ માટે એમેનિટી સ્કીમ લાવવામાં આવી છે, તેમ છતાં જે પણ કરદાતાઓએ  તેનો લાભ લીધો નહીં હોય તેઓ  પાસેથી દર મહિનાના ૧૦ હજાર લેખે દંડ વસૂલાત કરવાનો નિર્ણય કરવામાં  આવ્યો છે. તેના કારણે રિટર્ન નહીં  ભરનારા કરદાતાઓ સામે કડક  કાર્યવાહી કરવાનો સંકેત જીએસટી  વિભાગે આપી દીધો છે.

જીએસટી લાગુ કરવામાં આવ્યા  બાદ અત્યાર સુધીમાં જીએસટી રિટર્ન  નહીં ભરનારાઓ માટે જીએસટી  વિભાગ એમેનિટી સ્કીમ લાવી છે.તેમાં  ૫૦૦થી એક હજાર રૂપિયાનો દંડ  ભરીને જીએસટી રિટર્ન ભરપાઈ કરી શકાતા હોય છે. આ માટે એક ઓગસ્ટ સુધીમાં જે પણ કરદાતાએ રિટર્ન નથી ભર્યા તેઓ માટે છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ પણ જ કરદાતાઓએ રિટર્ન ભર્યા નહીં અને આ સ્કીમનો લાભ લીધો નહીં હોય તેવા કરદાતાઓ પાસેથી જેટલા મહિનાના રિટર્ન ભર્યા નહીં હોય તે મહિના પ્રમાણે ૧૦ હજાર લેખે દંડની વસૂલાત કરવામાં આવનાર છે. જીએસટી રિટર્ન ભરવા માટે સ્કીમ લાગુ કરવામાં આવી હોવા છતાં અનેક કરદાતાઓ નિયમિત રિટર્ન ભરપાઇ કરતા નથી અથવા તો જીએસટી નંબર લીધા બાદ તેને બંધ કરાવતા નહીં હોવાના લીધે સરકારને ધાર્યા પ્રમાણેની આવક થઇ રહી નથી. તેની સામે બોગસ બિલિંગ અને ખોટી રીતે આઇટીસી મેળનારાઓની પણ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ તમામ સમસ્યાના નિરાકરણ માટે જ હવે મહિના પ્રમાણે દંડની વસૂલાત કરવાનો નિર્ણય કરાયો છે.

  • ગાફેલ રહ્યા તો આકરો દંડ ભરવાની તેયારી રાખવી પડશે

જીએસટીમાં ૩બી રિટર્ન મોડુ ભરનાર પાસેથી દિવસના ૫૦ અને વધુમાં વધુ ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડ વસલ કરવામાં આવતો હોય છે, જયારે હવેથી એક મહિનાના ૧૦ હજાર લેખે દંડ વસુલાત કરવામાં આવે તો જીએસટી રિટર્ન૧૦ મહિના મોડું ભર્યું અથવા તો ભર્યું જ નહીં હોય તો તેની પાસેથી એક લાખ રૂપિયા તો ફકત દડ પેટે જ વસલ કરી લેવામાં આવશે.

(10:23 am IST)