Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

૭ વર્ષની થઇ શકે છે જેલ

ઢેલના ઇંડા ચોરી કરીને આમલેટ ખાધી

રાષ્ટ્રીય પક્ષી મોરના ઇંડા ચોરી કરવાનો આરોપ સમુદાયના વિશેષ ચાર યુવકો પર છે

નોઇડા,તા. ૧૫:  રાષ્ટ્રીય પક્ષી મોરને અથવા તેના ઇંડાને નુકસાન પહોંચાડવા પર સજાની જોગવાઇ છે, તેમછતાં તેને ફરી એકવાર હેરાન કરવાનો મામલો સામે આવ્યો છે. નોઇડાના બીરમપુર ગામમાં ઢેલના ઇંડા ચોરી કરી આમલેટ બનાવીને ખાવાનો કેસ સામે આવ્યો છે. આ ઘટનાથી ગ્રામીણોમાં આક્રોશ છે.

રાષ્ટ્રીય પક્ષી મોરના ઇંડા ચોરી કરવાનો આરોપ સમુદાયના વિશેષ ચાર યુવકો પર છે. ગ્રામીણોએ પોલીસમાં ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. ઇંડાના છિલકા લઇને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી દીધા છે.

પોલીસના અનુસાર ગ્રામીણોએ ગામના જ મુન્નાના પ્લોટમાં ઢેલના ઇંડા આપ્યા હતા. આ ઇંડા તોરઇની વેલની પાસે રાખ્યા હતા. સવારે ઇંડા ચોરી થઇ ગયા. ગ્રામજનોએ તપાસ કરી તો એક બાળકે જાણકારી આપી કે તેણે વિશેષ સમુદાયના ચાર યુવકોને ઇંડા લઇ જતા જોયા છે. ગ્રામજનો આરોપીઓના ઘરે પહોંચ્યા તો આરોપીઓએ કહ્યું કે ઇંડાની તેમણે આમલેટ બનાવીને ખાઇ લીધી છે. આરોપીઓએ ગ્રામજનોને ધમકી આપીને ભગાવી દીધા. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલુ છે.

મોર રાષ્ટ્રીય પક્ષી છે. તેનો શિકાર, ઇંડા નષ્ટ કરવા તથા ખાવા વગેરે વન્ય જીવ સંરક્ષણ અધિનિયમના અંતગર્ત ગેરકાયદેસર છે. જાણકારોના અનુસાર ગુનો સાબિત થતાં તેમાં ૭ વર્ષની સજા થઇ શકે છે. 

(10:20 am IST)