Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

વોટસએપમાં આવ્‍યું નવું ફીચર! મેસેજમાં આવેલા ફોટો/વીડિયો જોયા બાદ થઇ જશે ડિલીટ

આ નવા ફીચરને લઇને અમુક લોકોનું કહેવું છે કે વ્‍યૂ વન્‍સ ફીચર ગત વર્ષે લોન્‍ચ થયેલ ડિસઅપિયરિંગ મેસેજ જેવું જ છે

નવી દિલ્‍હી, તા.૧૫: વોટ્‍સએપ પોતાના વેબ/ડેસ્‍કટોપ યૂઝર્સ માટે નવું વર્ઝન ૨.૨૧૨૬.૧૧ લોન્‍ચ કરવા જઇ રહ્યું છે. વોટ્‍સએપએ પોતાના યૂઝર્સ માટે વ્‍યૂ વન્‍સ ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધુ છે. આ ફીચર અંતર્ગત યૂઝર્સ દ્વારા મોકલવામાં આવે ફોટોઝ અને વીડીયો રિસીવરને મળ્‍યા બાદ એક વખત જોઇ લીધા બાદ આપમેળે ડિલીટ થઇ જશે. જો તમને આ ફીચર ઉપલબ્‍ધ થઇ ગયું હોય તો તમને ચેટમાં ફોટો/વીડીયો મોકલવા દરમિયાન વ્‍યૂ વન્‍સ બટન દેખાશે. ધ્‍યાન રાખો કે શક્‍ય છે કે મોકલેલા મીડિયા ફાઇલને રિસીવર સેલ કરી લે, કારણ કે વ્‍હોટ્‍સએપમાં સ્‍ક્રિનશોટ ડિટેક્‍ટ કરવાનો ઓપ્‍શન આપવામાં આવ્‍યો નથી.

આ નવા ફીચરને લઇને અમુક લોકોનું કહેવું છે કે વ્‍યૂ વન્‍સ ફીચર ગત વર્ષે લોન્‍ચ થયેલ ડિસઅપિયરિંગ મેસેજ જેવું જ છે. જોકે, ડિસઅપિયરિંગ મેસેજ ફીચરમાં મેસેડ ૭ દિવસ બાદ ડિલીટ થઇ જાય છે. પરંતુ વ્‍યૂ વન્‍સ ફીચરમાં મેસેજ જોઇ લીધા બાદ તરત જ ડિલીટ થઇ જાય છે.

આ સિવાય ગ્રાહકો માટે વધુ એક નવું ફીચર ફફૂરૂ ખ્‍શ્વણૂત્ર્શરુફૂ લોન્‍ચ કરવામાં આવ્‍યું છે. આ ફીચરની ખાસિયત તે છે કે જો કોઇ યૂઝરને આર્કાઇવ કરેલી ચેટમાંથી મેસેજ આવે છે તો એવામાં વોટ્‍સએપ તેની નોટિફિકેશન આવનારા મેસેજ તરીકે બતાવતું નથી અને ચેટ આર્કાઇવ જ રહે છે.

એન્‍ડ્રોઇડ અને શબ્‍લ્‍ યૂઝર્સ પોતાના જૂના આર્કાઇવને સેટિંગ્‍સમાં જઇને મેળવી શકે છે. જો તમને તમારા વોટ્‍સએપમાં આ ફીચર હજુ સુધી નથી મળ્‍યું તો પરેશાન ન થાઓ, કારણે વોટ્‍સએપ ધીમે ધીમે તેને યૂઝર્સ સુધી પહોંચાડી રહ્યું છે.

આ બંને ફીચર્સ સિવાય હાલમાં જ જાણકારી મળી હતી કે વોટ્‍સએપમાં ત્‍ઁ-ખ્‍ષ્ટષ્ટ નોટિફિકેશનને ફરી ડિઝાઇન કરાઇ રહ્યું છે અને સાથે જ તેમાં વોઇસ વેવફોર્મ જેવું ફીચર પણ સામેલ કરાયું છે.

(10:18 am IST)