Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

બ્રિટનમાં મોટા પાયે રસીકરણ છતાં ત્રીજી લહેરઃ જાન્‍યુઆરી પછી પહેલીવાર ૪૦,૦૦૦ ઉપર કેસ

રસી લગાવી ચૂકેલા વયસ્‍કોમાં સંક્રમણના મામલા ઝડપથી વધી રહ્યા છેઃ બ્રિટનમાં બે તૃત્‍યાંશ વયસ્‍કોને કોવિડ ૧૯ રસીના બન્ને ડોઝ મળી ગયા

લંડન, તા.૧૫: બ્રિટન એક વાર ફરી કોરોનાની ઝપેટમાં આવ્‍યું છે. સૌથી મોટી સમસ્‍યા એ છે કે રસી લગાવી ચૂકેલા વયસ્‍કોમાં સંક્રમણના મામલા ઝડપથી વધી રહ્યા છે. બ્રિટનમાં ગત ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૪૨, ૩૦૨ નવા મામલા સામે આવ્‍યા છે અને ૪૯ લોકોના મોત થયા છે. આ જાણકારી બુધવારે સરકારી આંકડાથી મળી.  આ ૧૫ જાન્‍યુઆરી બાદથી સૌથી વધારે દૈનિક મામલા છે. જયારે ૫૫, ૭૬૧ મામલા આવ્‍યા હતા. મંગળવારે કોવિડના ૩૬, ૬૬૦ મામલા સામે આવ્‍યા હતા અને ૫૦ દર્દીઓના મોત થયા હતા. મામલામાં વધારો એવા સમયે થયો છે જયારે બ્રિટનમાં મોટાભાગોમાં આવનારા સોમવારથી લોકડાઉનના તમામ પ્રતિબંધો હટાવવાના છે.

બ્રિટનના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી સાજિદ જાવિદે જાહેરાત કરી કે બ્રિટનમાં બે તૃત્‍યાંશ વયસ્‍કોને કોવિડ ૧૯ રસીના બન્ને ડોઝ મળી ગયા છે. જાવિદે ટ્‍વિટર પર કહ્યું કે બ્રિટનમાં હવે બે તૃત્‍યાંશ વયસ્‍કોને રસીના બન્ને ડોઝ મળી ચૂક્‍યા છે. અમે પોતાના લક્ષ્યને લગભહ એક અઠવાડિયામાં પુરુ કરી લીધું છે. આ એક બહું મોટી ઉપલબ્‍ધિ છે.

બ્રિટનના કિંગ્‍સ કોલેજ લંડનના વરિષ્ઠ વાયરસ ટ્રેકિંગ વિશેષજ્ઞ પ્રો. ટિમ સ્‍પેક્‍ટરનું કહેવું છે કે બ્રિટનમાં મહામારીની ત્રીજી લહેર પીક પર આવી ચૂકી છે. કુલ સંક્રમણના મામલામાં ૮૭.૨ ટકા ભાગીદારી તે વયસ્‍કોની છે જે રસી લગાવી ચૂક્‍યા છે. છ જુલાઈએ ૧૨, ૯૦૫ એવા લોકોમાં વાયરસ જોવા મળ્‍યા જેમને રસી લાગી ચૂકી છે. ૬ જુલાઈએ મળેલા સંક્રમિત મામલામાં ૫૦ ટકા મામલા રસી લઈ ચૂકેલાના છે. પ્રો. સ્‍પેક્‍ટરના અંદાજા મુજબ આ ગ્રાફ વધી શકે છે.

આ પહેલા ૬ જુલાઈએ સૌથી વધારે એક દિવસમાં ૩૩ હજાર નવા દર્દી મળ્‍યા હતા. રસી ન લગાવનારા બ્રિટનના નાગરિકોમાં લક્ષણોવાળા સંક્રમણમાં ૨.૪ ટકાનો ઘટાડો આવ્‍યો છે.

૫ જુલાઈએ ૨૦, ૯૭૩ દર્દી મળ્‍યા હતા જે ૬ જુલાઈએ ઘટીને ૨૦, ૪૮૭ થઈ ગયા હતા. વિશેષજ્ઞોનું અનુમાન છે કે આવનારા સમયમાં દર ત્રણ હજારથી વધારે દર્દી હોસ્‍પિટલમાં દાખલ કરવાની સ્‍થિતિ આવશે જેનાથી સમસ્‍યા ઉભી થશે.

(10:16 am IST)