Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કોરોનાનું સંક્રમણ વધતાં ઓકિસજન આપવાનું મશીન ૨૫૦માં મળતુ હતુ, તેના વધીને ૧૨૦૦ થઇ ગયા

કોન્સેટ્રેશન મશીનના ભાવ ડબલ : જમ્બો બાટલો રૂ. ૧૦,૫૦૦

નવી દિલ્હી,તા. ૧૫: કોરોનાનું સક્રમણ વધતાની સાથે જ ઓકસિજનની માંગ વધી ગઈ છે. હોસ્પિટલોમાં પણ ઓકસિજનની અછતના લીધે કોરોનાના દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજિયાત ઓકસિજન લેવાની ફ્રજ પડી રહી છે. બીજી તરફ ઓકસિજન કોન્સેટ્રેશન મશીન પહેલા રૂ. ૨૮૦૦૦માં મળતો હતો તે અત્યારે ૫૫૦૦૦માં પણ મળતુ નથી. જયારે ઓકસિજન આપવા માટે વાપરવામાં આવતુ મશીન પહેલા રૂ.૨૦૦ થી ૨૫૦માં ભાડે મળતુ હતુ તે અત્યારે પ્રાઈવેટમાં રૂ.૧૧૦૦ થી ૧૨૦૦ દિવસનું ભાડું વસૂલવામાં આવી રહ્યુ છે.

ખાનગી હોસ્પિટલોમાં ઓકસિજનના બાટલ લેવા માટે વધારે નાણાં ચુકવવા પડી રહ્યા છે. તો કેટલીક હોસ્પિટલો કોરોના દર્દીને મીની ઓકસિજન સાથે લાવો તો દાખલ કરવામાં આવશે તેમ કહી રહ્યુ છે. જયારે ઓકસિજનની મોટી બોટલ (જમ્બો) રૂ.૧૦૫૦૦માં વેચાણ થઈ રહ્યો છે. સામાન્ય દિવસોમાં ઓકસિજનનો જમ્બો બોટલ રૂ.૫૫૦૦માં મળતો હતો.

કોરોનાના દર્દીઓને પહેલા ઓકસિજનની જરૂર પડતી હોય છે. આવા સમયે દર્દીને ફેફ્સામાં વધુ ઈન્ફેકશન ફેલાય નહીં તે માટે ઓકસિજન આપવામાં આવતુ હતુ. ઓકસિજન આપવાથી દર્દીના ફેફ્સામાં થી ઈન્ફેકશન દૂર થાય છે અને દર્દીને રાહત મળતી હોય છે. અત્યારે અમદાવાદ સહિત ગુજરાતમાં ઓકસિજનની અછત ઉભી થઈ છે. અત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓકસિજનની અછત છે.

એટલે બજારમાં મન ફાવે તેવા ભાવો લેવામાં આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં ઓકસિજન કોન્સેટ્રેશન મશીન રૂ.૨૮૦૦૦માં કોઈ ખરીદતુ નહોતુ. જયારે અત્યારે આ મશીન રૂ. ૫૫૦૦૦માં વેચાણ થઈ રહ્યુ છે. આ મશીનમાં પાંચ લીટર સુધી ઓકસજિનનો ફ્લો આપવામાં આવે છે. બીજી તરફ કેટલાક લોકોએ એડવાન્સમાં મીની ઓકસિજન મશીન ખરીદીને ઘરે વસાવવાનું ચાલુ કર્યુ છે.

(10:35 am IST)