Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કચ્છના જખૌના દરિયામાંથી ૮ પાકિસ્તાની સાથે ૧૫૦ કરોડનું ચરસ ઝડપાયું

એટીએસ-કોસ્ટગાર્ડ અને દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી ટીમનું સંયુકત ઓપરેશન : ઝડપાયેલ પાક બોટ અને ડ્રગ્સ સાથે કેરિયરોને જખૌના કિનારે લઇ આવવા તજવીજ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૫:  ફરી એકવાર કચ્છ સૌરાષ્ટ્રના દરિયાઈ માર્ગે વાયા ગુજરાત થઈને ભારતમાં કેફી દ્રવ્યો દ્યૂસાડવાનો કારસો ઝડપાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કચ્છના જખૌના દરિયામાં એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુકત ઓપરેશન હાથ ધરાયું હતું. જે અંતર્ગત એક પાકિસ્તાની બોટમાં સવાર ૮ પાક શખ્સો પાસેથી ૩૦ કિલો ચરસ ઝડપાયું હતું. જેની કિંમત ૧૫૦ કરોડ થવા જાય છે. ડ્રગ્સના આ જથ્થા સહિત ૮ કેરિયરોને જખૌના દરિયા કાંઠે લઈ આવવાની તજવીજ હાથ ધરાઇ છે. અગાઉ પણ જખૌ, પોરબંદર, ઓખા નજીકના દરિયામાં કરોડો રૂપિયાના કેફી દ્રવ્યો સાથે પાક બોટ અને પાકિસ્તાની શખ્સો ઝડપાઈ ચૂકયા છે.

આ કાર્યવાહીમાં દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી ટીમ પણ જોડાઈ હોવાનું ખંભાળિયાના પ્રતિનિધિ કૌશલ સવજાણીએ જણાવ્યું હતું.

(10:50 am IST)