Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ઓસ્ટ્રેલિયામાં સરકારના પ્રધાનો અને તેના કર્મચારી વચ્ચે સેક્સ સબંધો પર પ્રતિબંધ

વડાપ્રધાન માલ્કોમ ટર્નબુલે કહ્યું કે સેક્સ કૌભાંડને પગલે પ્રધાનોની વર્તણૂક સંબંધે લાંબા સમયથી ટાળવામાં આવતા ફેરફારો કરવાની ફરજ પડી

 

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન માલ્કોમ ટર્નબુલે સરકારના પ્રધાનો અને તેમના કર્મચારી વચ્ચે સેક્સ સંબંધ પર પ્રતિબંધ મુક્યો છે પોતાના પ્રેસસેક્રેટરી સાથે સેક્સ સંબંધ રાખીને ચમકેલા નાયબ વડા પ્રધાનને વળતો જવાબ આપ્યો હતો.

   અત્રે ઉલ્લેખનીય છે કે નાયબ વડા પ્રધાન બાર્નબી જોયસ કેથલિક છે અને પારિવારિક મૂલ્યો વિષે ઝુંબેશો ચલાવી ચૂક્યા છે, પરંતુ ૨૪ વર્ષ પહેલાં પરણી ચૂકેલા જોયસ સાથેના સંબંધોને કારણે તેમની પૂર્વ સેક્રેટરી એપ્રિલ મહિનામાં બાળકને જન્મ આપી રહી છે.

  પત્રકાર પરિષદમાં ટર્નબુલે પ્રકારના સંબંધોને વખોડી કાઢયા હતા એક સપ્તાહ પહેલાં સેક્સ કૌભાંડ બહાર આવ્યા પછી ટર્નબુલની લિબરલ પાર્ટી અને જોયસની નેશનલ પાર્ટી વચ્ચેના સંબંધો વણસ્યા હતા, જોકે વડા પ્રધાને જોયસને પદ પરથી દૂર કરવા જેવું પગલું નહોતું લીધું. જોયસને સંસદમાંથી હટાવવામાં આવે તો સરકારની એક બેઠકની બહુમતી જોખમમાં આવી જાય તેવી સ્થિતિ છે.

   પત્રકારોને સંબોધતાં ટર્નબુલે જણાવ્યું હતું કે સેક્સ કૌભાંડને પગલે પ્રધાનોની વર્તણૂક સંબંધે લાંબા સમયથી ટાળવામાં આવતા રહેલા ફેરફારો કરવાની તેમને ફરજ પડી છે. અમેરિકી કોંગ્રેસે ગયા સપ્તાહે જે રીતે સાંસદ અને તેમના કર્મચારી વચ્ચેના સેક્સ સંબંધો પર પ્રતિબંધ ફરમાવ્યો તે રીતે ઓસ્ટ્રેલિયામાં પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

'   વર્ષ ૨૦૧૮માં હવે પ્રધાન તેમની સાથે કામ કરતા કર્મચારી સાથે સેક્સ સંબંધ બાંધે તે સ્વીકાર્ય નહીં રહે. કાર્યનાં સ્થળે રીતની વર્તણૂક ખૂબ ખરાબ કહી શકાય અને બધા જાણે છે કે આવી બાબતનાં સારાં પરિણામ નથી આવતાં. પ્રધાન કુંવારા હશે કે પરણેલા તો પણ કર્મચારી સાથે સેક્સ સંબંધ બાંધી શકશે નહીં. જો એમ કરશે તો માપદંડોના ભંગ બરોબર લેખાશે. આજથી નવો નિયમ અમલી બને છે. જોયસે નેશનલ પાર્ટીના નેતાપદના મુદ્દે જાતે વિચારણા કરવાની રહેશે.'

સેક્સ કૌભાંડ બહાર આવ્યા પછી જોયસની લોકપ્રિયતામાં ઘટાડો નોંધાયો છે.

 

(12:28 am IST)