Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પુલવામાં સીઆરપીએફ કેમ્પ ઉપર આતંકી હુમલો :જવાનો દ્વારા જવાબી કાર્યવાહી

સુંજવાન આર્મી કેમ્પ પરના હુમલાના પાંચ દિવસ બાદ ફરી સુરક્ષાદળને નિશાન બનાવાયું :આસપાસના વિસ્તારોમાં હાઇએલર્ટ

 

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં પુલવામાં સીઆરપીએફના કેમ્પ ઉપર આતંકી હુમલો થયો છે સુંજવાનમાં આર્મીના કેમ્પ પર હુમલાના પાંચ દિવસ બાદ આતંકવાદીઓ દ્વારા દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના એક કેમ્પ પર મોડી સાંજે ફાયરિંગ કરાયું હતું હુમલા બાદ કેમ્પની સુરક્ષામાં તૈનાત જવાનો દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ અપાયું છે

   જાણવા મળ્યા મુજબ બે-ત્રણ આતંકવાદીઓ દ્વારા પુલવામાના અવંતિપોરા વિસ્તારમાં આવેલા સીઆરપીએફના કેમ્પ પર હુમલો કરાયો હતો અવંતિપોરાના પંજગામમાં થયેલા હુમલા બાદ આતંકવાદી  ફરાર થઈ ગયા છે, જેમની શોધવા આર્મીની રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસની એલઓજી અને સીઆરપીએફના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે
  આર્મીના સર્ચ ઓપરેશનને પગલે સીઆરપીએફ કેમ્પની આસપાસના વિસ્તારને સીલ કરી દેવાયો છે. આતંકવાદી હુમલો ત્યારે થયો છે કે જ્યારે સીઆરપીએફના ડીજી રાજીવ રાય ભટનાગર વિસ્તારની મુલાકાત છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે થયેલી ઘટના જમ્મુ-કાશ્મીરમાં એક સપ્તાહમાં થયેલી ચોથી આતંકવાદી ઘટના છે. પહેલા આતંકવાદીઓએ જમ્મુના સુંજવાનમાં પણ આર્મીના એક કેમ્પ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. તે પછી બે આતંકવાદીઓએ શ્રીનગરમાં પણ સીઆરપીએફના એક કેમ્પ પર ગોળીબાર કર્યો હતો, તે પછી થયેલી અથડામણમાં 2 આતંકવાદીઓને ઢાળી દેવાયા હતા.

(12:11 am IST)