Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

મલેશિયામાં ભારતીયો માટે ઈ-વિઝા પોલિસી: એપ્લાય કર્યાના 48 કલાકમાં 'ફ્રી 'વિઝા મળશે

ઈ-વિઝાથી વધુમાં વધુ 15 દિવસ મલેશિયામાં રોકાઈ શકાશે

 

નવી દિલ્હી ;મલેશિયાએ ભારતીયો માટે -વિઝા પોલિસી શરુ કરી છે જેમાં  -વિઝા એપ્લાય કરવાના 48 કલાકની અંદર વિઝા મળી જશે -વિઝાથી વધુમાં વધુ 15 દિવસ મલેશિયામાં રોકાઈ શકાશે પહેલાં વિઝા એપ્લિકેશનની સાથે  2,710 ફી પેટે આપવા પડતા હતા, પરંતુ હવે તદ્દન  ફ્રીમાં વિઝા એપ્લાય કરી શકાશે

    ગયા વર્ષે ઓક્ટોબર સુધી મલેશિયામાં લગભગ પાંચ લાખથી વધુ ભારતીય ટૂરિસ્ટ ગયા હતા. મલેશિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર મોહિઉદ્દીન યાસીનના મુજબ સુવિધા ભારત અને ત્રણ અન્ય દેશના નાગરિકોને મળશે. તેનાથી મલેશિયાના પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.
 
તેમણે કહ્યું છે કે, ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકાના લોકોને સુવિધા મળશે.યાસિને વધુમાં કહ્યું છે કે,‘એક સમયે સુવિધા આપવામાં આવતી હતી, પરંતુ કેટલાંક કારણોને લીધે તેને પાછી ખેંચવામાં આવી હતી.

   પર્યટન પર મંત્રીમંડળની સમિતિની બેઠકની અધ્યક્ષતા કરતા યાસિને કહ્યું કે, ‘અમે ફરી એકવાર વિચાર કર્યો છે, કારણ કે તે અમારા પર્યટન ક્ષેત્ર માટે ફાયદાકારક છે. યોજનાથી ભારતીયોને ઘણો ફાયદો થશે. હવે તેમણે વિઝાને કારણે ટ્રિપ કેન્સલ કરવી નહિ પડે.’

 

(11:34 pm IST)