Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

કાવેરી જળવિવાદની શનિવારે સુપ્રીમકોર્ટમાં સુનાવણી

આંતરરાજ્ય નદી કાવેરીનો 135 વર્ષ જુના પાણીની વહેંચણીનો વિવાદ

 

નવી દિલ્હી :કાવેરી જળવિવાદની શનિવારે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે કાવેરી નદીના પાણીની વહેંચણીનો કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ઘણાં વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ લગભગ 135 વર્ષ જૂનો છે. કર્ણાટક અને તમિલનાડુ કાવેરી ઘાટી સાથે સંબંધિત બે મુખ્ય રાજ્યો છે. કાવેરીના કોતરોનો એક ભાગ કેરળમાં પણ આવેલો છે અને સમુદ્રમાં કાવેરીના મિલન પહેલા નદી પોન્ડુચેરીના કરાઈકાલથી પસાર થાય છે

   કર્ણાટકનો દાવો છે કે અંગ્રેજોના વખતથી કાવેરી નદીની જળ વહેંચણીને લઈને બંને રાજ્યો વચ્ચે સમજૂતી થઈ હતી અને તેમાં તેની સાથે ન્યાય થયો નથી. કારણ કે સમજૂતીમાં તેને તેના ભાગના પાણીનો યોગ્ય હિસ્સો આપવામાં આવ્યો નથી.

  કર્ણાટકનું કહેવું રહ્યું છે કે તે નદીના પ્રવાહના માર્ગમાં પહેલા આવે છે અને તેથી તેનો પાણી પર પુરો અધિકાર બને છે. તમિલનાડુનું માનવું છે કે સમજૂતી પ્રમાણે કાવેરી નદીના પાણીનો એટલો હિસ્સો તેને મળવો જોઈએ તેને કાવેરીના પાણીના વધુ જથ્થાની જરૂર છે. કારણ કે ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરાવવા સરકાર પ્રતિબદ્ધ છે.

(11:33 pm IST)