Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

૧૧૩૦૦ કરોડ લૂંટનાર નિરવ મોદી કોણ છે.......

હોલીવુડ-બોલીવુડમાં લોકપ્રિય

        નવી દિલ્હી,તા. ૧૫ : વર્ષ ૨૦૧૦માં રિટેલ કારોબારની મોડેથી કરવામાં આવેલી શરૂઆત છતાં નિરવ મોદીએ ઝડપથી લોકપ્રિયતા હાસલ કરી હતી. નિરવ મોદીએ ખુબ ઝડપથી હોલીવુડ સ્ટાર્સના ઇન્ડિયન જ્વેલર તરીકે લોકપ્રિયતા હાસલ કરી હતી. કેટ વિન્સલેટ, અકોટા જોન્સનથી લઇને પી હેન્સન સુધી હોલીવુડના ટોપ સ્ટાર નિરવના બ્રાન્ડના હિરાની ચીજવસ્તુ પહેરીને રેડકાર્પેટ ઉપર ચાલી ચુકી છે. ગયા વર્ષે પ્રિયંકા ચોપડા પણ બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. ૨૦૧૩માં નિરવ અબજોપતિની યાદીમાં સામેલ થયા હતા. જો કે, હવે તેમની ચમક ઓછી થઇ છે. જનસંપર્ક જવાબદારી અદા કરનાર ટીમે મિડિયામાં નિરવને તેમના હિસ્સાની જગ્યા અપાવી હતી. નિરવે લોસએન્જલસના એક રાઇટરના સન્માનમાં અભૂતપૂર્વ સુવિધા ઉભી કરી હતી. ૪૮ વર્ષીય નિરવ મોદી બેલ્જિયમના શહેર એન્ટવર્કમાં હિરાનો કારોબાર કરનાર પરિવારમાંથી આવે છે. કારોબારીઓમાં તેઓ મોટા થયા છે. પત્રકારોને તેઓ હમેશા કહેતા હતા કે, તેઓ આ કારોબાર સાથે જોડાવવા ઇચ્છુક નથી. નિરવ મોદી વાર્ટન ગયા હતા અને અભ્યાસમાં ફ્લોપ રહ્યા હતા. આખરે હિરા કારોબારી બન્યા હતા. ૧૯ વર્ષની વયમાં તેમને પોતાના મામા અને ગીતાંજલિ જેમ્સના ચેરમેન મેહુલ ચોક્સી પાસે મોકલવામાં આવ્યા હતા. હિરા કારોબારમાં અનુભવ માટે તેમને મોકલવામાં આવ્યા હતા. ૧૯૯૯માં નિરવે હિરાના કારોબાર માટે ફાયરસ્ટાર ડાયમંડ નામની કંપની ઉભી કરી હતી. ત્યારબાદ એકાએક લોકપ્રિયતામાં આગળ આવ્યા હતા. ભારત ઉપરાંત રશિયા, આર્મેનિયા, દક્ષિણ આફ્રિકામાં મેન્યુફેક્ચર્ડ યુનિટ ઉભા કર્યા છે. ગયા વર્ષે મુંબઈના પ્રતિષ્ઠિત મ્યુઝિમ શોપ રિધમ હાઉસને ૩૨ કરોડમાં ખરીદીને ચર્ચા જગાવી હતી.

(7:40 pm IST)