Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

બોલો...ચીનમાં ૮૦%થી વધારે પગારદાર, ભારતમાં તો ૨૦% થી પણ ઓછા !!

૨૦૪૭ સુધી વિશ્વ લેવલે મધ્યમ વર્ગનો હિસ્સો બનવા માટે નોકરીઓ, રોજગારના અવસરમાંં કરવો પડશે જોરદાર વધારોઃ વર્લ્ડ બેન્કના રિપોર્ટ ચેતવણીરૂપ : હાલ દરેક પાંચમો વ્યકિત નોકરીયાત...આંતરરાષ્ટ્રીય સ્તરે ઓછી આવકવાળા દેશોમાં સામેલ ભારતને 'લોઅર મિડલ કલાસ'નો દરજજો : વાહ... કેમ્પ્સ પ્લેસમેન્ટમાં આઇઆઇએમ ટોપ ઉપર :ભારતમાં ભલે અન્ય ક્ષેત્રોમાં નોકરીઓ અને રોજગારીની ગતિ ધાર્યા પ્રમાણમાં આગળ ધપતી ન હોય, પરંતુ કેમ્પ્સ પ્લેસમેન્ટમાં આઇઆઇએમ સૌથી આગળ રહેવા પામ્યા છે. : આ અંગે આઇઆઇએમ-કલકતાના દાવા અનુસાર એના તમામ છાત્રોને માત્ર બે જ દિવસમાં નોકરીઓ મળી ગઇ...જયારે એકસએલઆરઆઇ અને આઇઆઇએમ-લખનઉ ખાતે પણ કેમ્પ્સ પ્લેસમેન્ટ ચાર દિવસમાં પૂર્ણ થઇ ગયા હતા.તો, આઇઆઇએમ-અમદાવાદમાં પણ પ્રથમ બેન્ચનનું કેમ્પ્સ પ્લેસમેન્ટ પુરૂ થયુ છે.જયારે બીજુ આવતી કાલે પૂર્ણ થઇ જવાનું છે.

નવી દિલ્હી,તા.૧૫: દેશ હોય કે પરદેશ દુનિયાના કોઇપણ દેશમાં સતાધારી પક્ષ પોત-પોતાના જ વિકાસલક્ષી ગાણા ગાવામાં વ્યસ્ત હોય એ સ્વાભાવિક છે...પરંતુ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી નોકરીઓ અને રોજગાર મુદે થઇ રહેલી વાતો સામે વર્લ્ડ બેન્કના એક જ રિપોર્ટથી  સૌ કોઇના મનમાં કયાંક ને કયાંક શંકા ઉદભવવા લાગે...કેમ કે, ચીન કરતા ભારત રોજગાર આપવાની તુલનાએ અનેક ગણો પાછળ છે.ચીનમાં અત્યારે ૮૦%થી વધારે પગારદાર છે, જયારે ભારતમાં માત્ર ૨૦%થી પણ ઓછા હોવાથી જાણનાર સૌ કોઇ આશ્ચર્ય અનુભવે એમાં કોઇ પ્રશ્નાર્થ નથી.આ અંગે વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં કહેવાયુ છે કે, જો ભારતને આઝાદીના ૧૦૦ વર્ષ  એટલે કે ૨૦૪૭ સુધીમાં વૈશ્વિક સ્તરે મધ્ય વર્ગના સિમ્બોલનો હિસ્સો બનવુ હોય તો વિવિધ જગ્યાઓ ઉપર નોકરીઓની સાથે સાથે અલગ-અલગ ક્ષેત્રોમાં રોજગારની સંખ્યા વધારવામાં પણ ખાસ્સી મહેનત કરવી પડશે...હાલ ભારતમાં દરેક પાંચમો વ્યકિત નોકરીયાત છે.પરંતુ દેશની વસ્તીની દ્રષ્ટિએ આંકડો ઘણો ઓછો કહેવાય.રિપોર્ટમાં વર્લ્ડ બેન્ક દ્વારા જણાવાયુ છે કે, આંતર રાષ્ટ્રીય સ્તરે ઓછી આવકવાળા દેશોમાં સામેલ ભારતનો હાલનો દરજજો લોઅર મિડલ કલાસનો છે, જેનો પ્રતિ વ્યકિત જીડીપી પાંચ ટકાથી પણ ઓછો છે ત્યારે જો એને સુધારીને ૨૦૪૭ સુધીમાં વિશ્વ લેવલે મધ્ય વર્ગની કેટેગરીમાં આવવુ હશે તો રોજગાર અને નોકરીઓના અવસરમાં ઉત્તરોતર વધારો કરવો જરૂરી બની જાય છે.

કહેવાય છે કે, વર્લ્ડ બેન્ક દ્વારા પ્રથમ વખત જ એવુ અધ્યયન કરાયુ છે, ત્યારે રિપોર્ટ પ્રમાણે હવે માત્ર નોકરીઓ વધારવાથી કામ નહિ ચાલે, પરંતુ અલગ-અલગ ક્ષેત્રોમાં રોજગાર પણ વિકસાવવા પડશે...જેમાં સૌથી મહત્વની બે બાબતમાં  તમામ સ્તરે મહત્વપૂર્ણ અવસરો તથા પડકારો સામે કેવી રીતે સામનો કરવો? જો દેશમાં આ બાબતો ઉપર નિયંત્રણ આવવા લાગે તો જરૂર આગામી સમયમાં ગરીબી નાબુદ થવા લાગે.અત્રે નોંધનીય છે કે, જે દેશની આવક પ્રતિ વ્યકિત પ થી ૧૫ ટકા વચ્ચે રહેતી હોય.એવી જ રીતે મધ્ય આવક વર્ગમાં ૧૫ થી ૩૫ ટકા  પ્રતિ વ્યકિતની આવક લેખાય છે...જયારે ઉંચી આવકવાળા દેશોમાં એવા દેશનો સમાવેશ થાય છે, જે સૌથી ઉપર હોય.દરમિયાન વર્લ્ડ બેન્કના રિપોર્ટ થકી જાણવા મળ્યાનુસાર દર વર્ષે ૩૦ લાખ નોકરીઓ અપાય છે...તો એની સામે દર વર્ષે ૧.૩ કરોડ વ્યકિતઓ નોકરી કરવા લાયક બની જાય છે.જો કે, વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૨ દરમિયાન દર વર્ષે ૩૦ લાખ નવી નોકરીઓ ઉપલબ્ધ થઇ હતી.

તો વળી, આઇઆઇએમ-બેંગ્લોરમાં પણ ૧૫૦ પ્રી પ્લેસમેન્ટ ઓફર આવી...એ ઉપરાંત અન્ય બિઝનેશ સ્કુલોમાં પણ ૨૦ ટકાથી વધારે પ્રી પ્લેસમેન્ટ ઓફરો અવી હતી.પ્લેસમેન્ટવાળા ક્ષેત્રોમાં કન્સ્લટીંગ અને નાણા ક્ષેત્ર સૌથી આગળ રહયુ છે...સાથે સાથે બેન્ક, વિમા, ઓટો અને ઔદ્યૌગિક સેકટરમાં પણ રોજગારીમાં વધારો નોંધાવા પામ્યો હતો.એવી જ રીતે આર્થિક સર્વેક્ષણમાં દર્શાવ્યા મુજબ જો ભારતની પ્રતિ વ્યકિત આવક દર વર્ષે ૬.૫ ટકાના સ્તરે વધશે તો ૨૦૨૦ સુધીમાં ઉચ્ચ આવકવાળા દેશનો દરજજો પ્રાપ્ત થશે.જો કે, ભારતને ઓછી આવકવાળા દેશનો દરજજો ૨૦૦૮માં મળી ગયો હતો, એવી જ રીતે અત્યારે પ્રતિ વ્યકિત આવક ૬૫૩૮ ડોલર છે.જે અમેરિકાની પ્રતિ વ્યકિતની આવકની ૧૨ ટકા જેટલી થવા જાય છે...!!

(6:22 pm IST)