Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

લગ્નેત્તર સંબંધોનો કરૂણ અંજામઃ સગર્ભા મહિલાની હત્યા બાદ લાશના ટુકડે ટુકડા કર્યા

નવી દિલ્હી તા. ૧૫ : એક ગર્ભવતી મહિલાની હત્યા કરીને તેની લાશના ટુકડેટુકડા કરીને એક કોથળામાં ફેંકી દેવાની સનસનીખેજ ઘટનામાંહૈદરાબાદ પોલીસને મોટી સફળતા મળી છે. આ કિસ્સો લગ્નેત્તરસંબંધો સાથેના પ્રણયનો મામલો હોવાનું જાણવા મળે છે. પોલીસેઆ સંદર્ભમાં ત્રણની ધરપકડ કરી છે.ગર્ભવતી મહિલાની લાશના ટુકડા એક બોટેનિકલ ગાર્ડનનીપાસે રાખેલા કોથળામાં મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાંસનસનાટી મચી ગઇ હતી. પોલીસનો દાવો છે કે આ પાશવીહત્યાકાંડના આરોપીની ઓળખ થઇ ગઇ છે.

હત્યાનો ભોગબનેલ ૩૨ વર્ષની આ મહિલાનું નામ બિંગી ઉર્ફે પિંકી છે જેબિહારની હતી. જ્યારે તેની હત્યા કરવામાં આવી ત્યારે તેનેઆઠમો મહિનો ચાલતો હતો.સાઇબરાબાદ પોલીસ કમિશનલ સંદિપ સાંડિલ્યના જણાવ્યાપ્રમાણે પોલીસે સીસી ટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યા બાદ હૈદરાબાદઅને બિહારના જુદા જુદા વિસ્તારોમાંથી ગઇ કાલે એક મહિલાસહિત આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓમાં મમતા ઝા(ઉ.વ.૩૭), તેના પતિ અનિલ ઝા (ઉ.વ.૭૫) અને તેમનોપુત્ર અમરકાંત ઝા (ઉ.વ.૨૧)નો સમાવેશ થાય છે. જેઓબિહારમાં બાંકા જિલ્લાના મોહનમાલતી ગામના વતની છે.જ્યારે એક આરોપી વિકાસ કશ્યપ (ઉ.વ.૩૫) ફરાર છે.આ બધા આરોપીઓ છેલ્લા કેટલાક મહિનાઓથીશેરલિંગમપલિ વિસ્તારમાં એક ભાડાના ઘરમાં રહેતા હતા અનેહત્યાનો ભોગ બનેલ મહિલા તેમની સાથે ૪૫ દિવસ અગાઉજોડાઇ હતી. મૃતક મહિલા પિંકી અનુસૂચિત જનજાતિની હતી.

તપાસ અનુસાર તેણે આજથી ૧૩ વર્ષ પૂર્વે ઉ.પ્ર.માં સાંભલજિલ્લાના ચંદૌશી ટાઉનમાં દિનેશ નામની વ્યક્તિ સાથે લગ્નકર્યા હતા અને તેમને ત્રણ બાળકો હતા. પાછળથી તેને કશ્યપસાથે પ્રેમ થઇ જતા તેણે પતિને છોડી દીધો હતો અનેજાન્યુ.૨૦૧૭માં પોતાના પ્રેમી સાથે મોહનમાલતી ગામે પરતઆવી હતી. દરમિયાન કશ્યપને એક આરોપી મમતા ઝા સાથેપ્રણય સંબંધો બંધાયા હતા. સાંડિલ્યના જણાવ્યા પ્રમાણે અનિલ ઝા આ મહિલાથી છૂટકારો મેળવવા માગતા હતા અને તેમણેકશ્યપને પોતાના પુત્ર અમરકાંત પાસે મોકલી દીધો હતો કે જેહૈદરાબાદમાં રહેતો હતો.પાછળથી મમતા ઝા પોતાના પતિ સાથે હૈદરાબાદ આવીહતી અને કશ્યપ સાથે ભાડાના ઘરમાં રહેેવાનું શરુ કર્યુ હતું.

આરોપીઓએ મહિલાનું શરીર એકદિવસ માટે તેમના ઘરમાં રાખ્યું હતું ત્યારબાદ તેની લાશનો નિકાલકરવા માટે તેના ટુકડા કરીને બે કોથળામાં ભરી દીધા હતા અને૨૯ જાન્યુ.ની વહેલી પરોઢીયે મમતા ઝા અને અમરકાંત બાઇકપર બે કોથળા લાવીને બોટાનિકલ ગાર્ડન નજીક છોડી દીધા હતાપરંંતુ એ દરમિયાન બંને સીસી ટીવી કેમેરામાં ઝડપાઇ ગયા હતા.

(4:16 pm IST)