Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

દાઉદી વ્હોરા સમાજના શહેઝાદા અબ્બાસભાઈ સાહેબ મુંબઈ ખાતે વફાતઃ ઉંડા શોકની લાગણી

સૌફી હોસ્પિટલ- મુંબઈ બોર્ડમાં ટ્રસ્ટી, સૈફી બુરહાની અપલિફટમેન્ટ ટ્રસ્ટમાં વાઈસ- ચેરમેન હતાઃ બી.એસ.સી. સુધી અભ્યાસ કરેલો

રાજકોટઃ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) ના કાકા શેહઝાદા અબ્બાસભાઈ સાહેબ ફખરૂદ્દીન સાહેબ ગઈકાલે બુધવારના રોજ મુંબઈ ખાતે વફાત થયા (દુઃખદ અવસાન) છે. તેઓનો જન્મ ૧૫ એપ્રિલ ૧૯૩૮માં થયો હતો.

તેઓ દાઅવતના ઘણા ઈદારાઓમાં કાબેલીયતથી ઉમદા સેવા આપતા હતા. જે સૈફી હોસ્પિટલ મુંબઈમાં બોર્ડમાં ટ્રસ્ટી તેમજ સૈફી બુરહાની અપલિફટમેન્ટ ટ્રસ્ટમાં વાઈસ ચેરમેન હતા. અલ જામે અતુસ્સૈફી યાદમા હીજરી ૧૪૦૭થી લગભગ ૩૨ વર્ષ અમીરૂલ જામેઆના હોદા ઉપર રહયા હતા. તેઓએ બી.એસ.સી.સુધી અભ્યાસ કરેલો હતો. નાની ઉંમરમાં દીની અને દુન્યવીની તાઅલમ હાસિલ કરેલ હતી. ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.) ભાવનગરમાં બીરાજમાન હતા અને આ સમાચાર મળતા ભાવનગરથી મુંબઈ પ્લેન દ્વારા પધારી ગયા હતા અને મૈયત (જનાજાની) નમાઝ પઢાવેલ હતી. ફાતેમી મસ્જીદમા, વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજમાં ઉંડા શોકની લાગણીના પ્રસરેલ હતી. તેમ શેખ યુસુફભાઇ જોહરકાર્ડસ વાળાએ જણાવ્યું હતું.

(1:05 pm IST)