Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ભારતમાં મોબાઇલથી પણ પાતળું સ્માર્ટ LED ટીવી શાઓમીએ લોન્ચ કર્યુ

નવી દિલ્હી તા. ૧પ :.. શાઓમીનું પહેલું સ્માર્ટ ટીવી મી એલઇડી-૪ ઇન્ડીયામાં લોન્ચ થયું છે. આ ટીવીની ખૂબી એ છે કે એની જાડાઇ માત્ર ૪.૯ મીલી મીટર એટલે કે એક મોબાઇલ ફોન કરતાંય પાતળી હોવાથી એને દુનિયાનું સૌપ્રથમ સ્લિમ સ્માર્ટ એલઇડી ટીવી કહેવાય છે. ભારતમાં એની કિંમત ૩૯,૯૯૯ રૂપિયા છે. અત્યારે આ ટીવી માત્ર પંચાવન ઇંચની સાઇઝમાં છે. જો કે ફ્રેમલેસ હોવાથી ટીવીની સાઇઝ નાની લાગે છે. ટીવીની આખી બોડી બ્લેક મેટલની છે અને સાથે એલ્યુમિનીયમ અલોયનું સ્ટેન્ડ છે.

(11:30 am IST)