Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

સંખ્યા વધારવાનો ટાર્ગેટ હતો પરંતુ

IAS ઓફિસરોની સંખ્યામાં થઇ રહેલો ચિંતાજનક ઘટાડો

આવતા બે વર્ષમાં ૪પર જેટલા અધિકારીઓ નિવૃત થવાના છેઃ અત્યારે દેશમાં ૧પ૧૦ પદ ખાલી છે

નવી દિલ્હી તા.૧પ : આવતા બે વર્ષોમાં દેશમાં આઇએએસ અધિકારીઓની સંખ્યા વધુ ઘટવાની છે. તેઓની ભરતી માટે એટલે કે તેઓની સંખ્યા વધારવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે ત્યારે આવુ થવાનુ છે. ર૦ર૦ સુધીમાં અધિકારીઓની અછતને પ૦૦થી ઓછી કરી દેવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ વચ્ચે જ અધિકારીઓ વીઆરએસ લેવા, નોકરી છોડવા કે તેઓને નોકરીમાંથી બહાર કરી દેવાની સંખ્યા વધતા આ ટાર્ગેટ પુરો થતો નથી.

 

સુત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યારે આઇએએસની ૧પ૦૦ જેટલી જગ્યાઓ ખાલી છે. ર૦૧૯ સુધીમાં આ ઓફિસરોની સંખ્યા વધુ ઘટશે. બસાવન કમીટીએ દર વર્ષે ૭૦ વધારાના આઇએએસની ભરતી કરવાની પહેલ કરી હતી તે અસરકારક ન જોવાયા બાદ સરકાર હવે બીજા વિકલ્પ ઉપર વિચાર કરી રહી છે. સરકારનું માનવુ છે કે આઇએએસનું પદ વધુ વધારવાથી તેઓની ગુણવતાને અસર થઇ શકે છે અને તેમને અસરકારક રીતે ટ્રેનીંગ પણ આપી નહી શકાય.

આવતા બે વર્ષમાં ૪પર અધિકારીઓ નિવૃત થવાના છે. ૭ વર્ષમાં ૩૦૦થી વધુ ઓફિસરોએ સમયની પહેલા નોકરી છોડી દીધી છે. આઇએએસની કુલ ૬૫૦૦ સંખ્યા હોવી જોઇએ તેમાંથી હાલ ૪૯૯૦ ઉપર નિમણુંકો છે.

૧પ૧૦ જેટલા પદ ખાલી છે. સૌથી વધુ યુપીમાં ૬ર૧ પદ છે જયારે અત્યારે પ૧પથી ગાડુ દોડાવાય છે. આ સંખ્યા વધારવા સરકારે નવા વિકલ્પ ઉપર વિચારવાનું શરૂ કયુ છે.(૩-૩)

(10:50 am IST)