Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

દર્દીને હોસ્પિટલમાં અપાતા ખોરાક પર જીએસટી નહીં

જોકે, જે દર્દીઓને દાખલ નહીં કરાયા હોય એમણે હોસ્પિટલે આપેલા કુલ ખોરાક પર જીએસટી કર ચૂકવવો પડશે

નવી દિલ્હી તા.  સરકારે જણાવ્યું હતું કે ડોકટરોની સૂચના પ્રમાણે હવેથી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને અપાતા ખોરાક પર જીએસટી નહીં લાગે. જોકે, જે દર્દીઓને દાખલ નહીં કરાયા હોય એમણે હોસ્પિટલે આપેલા કુલ ખોરાક પર જીએસટી કર ચૂકવવો પડશે. રેવન્યૂ વિભાગે જાણવા જેવી પ્રશ્ર્નાવલીમાં સ્પષ્ટતા કરી હતી કે હોસ્પિટલોએ હાયર કરેલા વરિષ્ઠ ડોકટરો/કનસલ્ટન્ટો/ટેકિનશિયનોની સેવા માટે પણ જીએસટી નહીં ચૂકવવો પડે કારણ કે એ બાબત હેલ્થકેર સેવા હેઠળ આવરી લેવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને અપાતો ખોરાક હેલ્થકેરનો એક ભાગ છે અને એને માટે અલગથી જીએસટી નહીં આપવો પડે. જે દર્દીઓને દાખલ નહીં કરાયા હોય, એમને અથવા એમના એટેન્ડન્ટને અથવા એમને મળવા આવતા લોકોને આપવામાં આવતા ખોરાક પર જીએસટી ચૂકવવાનો રહેશે.

જીએસટી કાયદા પ્રમાણે દર્દીઓ પાસેથી હોસ્પિટલ દ્વારા ચાર્જ કરાનારી રકમ જેમાં રિટેન્શન મની, ડોકટરોની ફી/પેમેન્ટ વગેરે હોસ્પિટલ દ્વારા  દર્દીને આપવામાં આવતી હેલ્થકેર સર્વિસ ગણાય અને એને જીએસટીથી મુકત રખાઇ છે.(૨૧.૬)

(9:37 am IST)