Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

લંડનમાં માલ્યાના 'અચ્છે દિન'

ડિફોલ્ટર માલ્યાને સપ્તાહમાં રૂ. ૧૬ લાખ સુધીનો ખર્ચ કરવાની મંજૂરી!

લંડન તા. ૧૫ : વિજય માલ્યા પોતાને કિંગ ઓફ ગુડ ટાઈમ્સ કહે છે અને ભારતમાંથી ભાગીને અત્યારે લંડનમાં આશરો લીધો છે. હવે, માલ્યાના 'અચ્છે દિન' શરૂ થયા હોય તેવું લાગી રહ્યું છે.

લંડનની હાઈકોર્ટે માલ્યાના સાપ્તાહિક ખર્ચમાં વધારો કરી દીધો છે. કોર્ટે માલ્યાને જીવનનિર્વાહ માટે સપ્તાહમાં ૧૮,૩૨૫ પાઉન્ડ (લગભગ ૧૬ લાખ રૂપિયા) ખર્ચ કરવાની મંજૂરી આપી છે. આ પહેલા આ મર્યાદા ૫ હજાર પાઉન્ડ (લગભગ ૪.૫ લાખ રૂપિયા) હતી. જોકે, તેમની વૈશ્વિક સંપત્ત્િ। ફ્રીઝ જ રહેશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં બંધ થઈ ચૂકેલી વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન્સ સિંગાપોરની બીઓસી એવિએશન સામેનો કેસ હારી ગયાના એક દિવસ બાદ આ કોર્ટે આ આદેશ આપ્યો છે. બીઓસી એવિએશનને કિંગફિશર એરલાઈન્સ સામે ૯૦ મિલિયન ડોલર (લગભગ ૫૭૯ કરોડ રૂપિયા)નો કલેમ કર્યો હતો.

માલ્યાની ગત એપ્રિલમાં ભારતની વિનંતી પર ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં લંડનની કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. માલ્યા પર ભારતીય બેંકોને ૯ હજાર કરોડનો ચૂનો લગાવી લંડન ભાગી જવાનો આરોપ છે અને માલ્યાને ભારતમાં ડિફોલ્ટર જાહેર કરાયા છે.

(9:36 am IST)