Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ધોળા દૂધના કાળા કારોબારમાં યુપી અવ્વલ :દેશમાં દર ત્રીજું સેમ્પલ ફેઈલ ;80 ટકા સામે કોઈ કાર્યવાહી જ નહીં !

રાજકોટ :લોકોને ઝેરી કે ભેળસેળયુક્ત દૂધ આપીને કરોડોની કામની કરવાનો ગોરખધંધો બેલગામ બન્યો છે આ કાળા કારોબારને રોકવા સરકારી પ્રયાસો નિષ્ફ્ળ કે ટૂંકા પડ્યા છે મિલાવટ કરવાવાળા 80 ટકા નફાખોરો સામે કોઈ જ કાર્યવાહી સુદ્ધાં કરાઈ નથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરતા કહેવાયું છે કે દેશમાં દર ત્રીજું સેમ્પલ લેબોરેટરીમાં ફેઈલ જણાયું છે

   આ અહેવાલના આધારે એમ કહી શકાય કે દેશમાં ધોળા દૂધનો કાળો કારોબાર નિરંકુશ છે સમગ્ર દેશમાં સૌથી વધુ ભેળસેળવાળું દૂધ ઉત્તરપ્રદેશમાં વેચાઈ રહયું છે છેલ્લા એક વર્ષમાં 2468 સેમ્પલ લેવાયા જેમાંથી 1306 સેમ્પલ ધારાધોરણો મુજબ ફેઈલ થયા છે

  અહેવાલ મુજબ ઉત્તરપ્રદેશમાં દૂધનું દર બીજું સેમ્પલ ફેઈલ થાય છે દેશમાં માત્ર 26 ટકા મામલા જ અદાલતોમાં પહોંચે છે કેન્દ્ર સરકારે આ બાબતે સખ્તાઈ કરવા રાજ્યોને નિર્દેશ આપ્યા છે
    દૂધમાં મિલાવતને લઈને વાર્ષિક લેબોરેટરીના અહેવાલ મુજબ વર્ષ 2014થી 2017 દરમિયાન દેશભરમાંથી દૂધના 25,335 નમૂના લેવાયા તેમાંથી 21,925 સેમ્પલની તપાસ કરાવાઈ તો 6450 નમુનામાં મિલાવટ જણાઈ હતી દૂધનો કાળો વેપાર કરનારા વિરુદ્ધ 496 અપરાધિક મામલા સહિત 4750 કેસ દાખલ કરાયા હતા જેમાંથી 1290 મામલામાં આરોપીઓ પર અદાલતમાં આરોપ સાબિત થયા હતા જયારે 2294 આરોપીઓને દંડ ફટકારાયો હતો છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે નફાખોરો સામે અંદાજે 2,95 કરોડ વસૂલ્યા છે જયારે સૌથી વધુ 2017 દરમિયાન 1,96 કરોડ લીધા છે

(9:03 am IST)