Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

જેડીએસ-બસપ લેફ્ટને સાથે લેવા માટે તૈયાર છે

કર્ણાટકમાં કોંગ્રેસ ચિંતાતુર બની

નવીદિલ્હી,તા. ૧૪ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે હાલમાં જ ગઠબંધન કરનાર જેડીએસ અને બીએસપીએ હવે સીપીએમ અને સીપીઆઈને પણ પોતાની સાથે લાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. બિન ભાજપ, બિન કોંગ્રેસ ગઠબંધન બનાવવાના તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ ઉત્તર પ્રદેશના ગોરખપુર અને ફુલપુરમાં આગામી લોકસભા પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ-સપા ગઠબંધનનો સામનો કરવા માટે આરએલડીના નેતા અજિત સિંહને ગઠબંધન કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. આ પગલા એવા સમયે લેવામાં આવી રહ્યા છે જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં તેના કેટલાક સાથી પક્ષો નાખુશ દેખાઈ રહ્યા છે. ભાજપ પોતાની સામે ઉભા થઇ રહેલા મોટા ગઠબંધનના પ્રયાસને નિષ્ફળ બનાવવાની દિશામાં પહેલ કરી છે. ગઠબંધન કર્ણાટકમાં કોંગ્રેસની સરકારની સામેસત્તાવિરોધી લહેરનો લાભલેવા માટે બનાવવામાં આવી રહ્યા છે. માયાવતી શનિવારના દિવસે બેંગ્લોરમાં જેડીએસના નેતા અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડા અને કુમાર સ્વામીની સાથે રેલી કરનાર છે.

(7:43 pm IST)
  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST