News of Wednesday, 14th February 2018

ત્રિપુરાને ઈતિહાસમાંથી ભૂંસવાનું ભાજપ કાવતરૂ ઘડી રહી છેઃમાણીક

ત્રિપુરાના નમનીય પવિત્ર પ્રમાણીક મુખ્યમંત્રી માણીક સરકારે જણાવ્યું કે, વિધાનસભા ચુંટણી માટે ભાજપનું આઈપીએફટી (ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા) સાથે ગઠબંધન ત્રિપુરાના ઈતિહાસને ભંસવાનું કાવતરૂ છે. માણીકે વધુમાં જણાવ્યું કે, 'ભાજપ આઈપીએફટીનું સમર્થન કરી રહી છે. જે સંગઠન હંમેશા ત્રિપુરાના ભાગલાની વાત કરે છે.' તેઓએ જણાવ્યું કે, ભાજપ અને આઈપીએફટી વચ્ચેનું ગઠબંધન નાપાક છે.

(4:54 pm IST)
  • માઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ :વેલેન્ટાઈન ડેના દિવસે કરી આત્મહત્યા : આત્મહત્યાના કારણની તપાસમાં લાગી પોલીસ access_time 12:24 pm IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પરઃ ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 11:21 am IST