Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ફિલ્મી હીરોના ગીતોને આધારે પ્રેમીઓના પ્રકાર

બોલીવુડની કેટલીક ફિલ્મોના હીરો પર ફિલ્માવાયેલા ગીતોને આજના પ્રેમીઓ સાથે કઇ રીતે સરખાવી શકાય, કેવા-કેવા પ્રકારના પ્રેમીઓ હોય તેની રમૂજ ભરી કલ્પના અહિ રજૂ કરી છે.

.   હમ-દોનાના કેપ્ટન દેવાનંદ જેવા પ્રેમીઓ માટેઃ- અભી ના જાઓ છોડ કે કી દિલ અભી ભરા નહિ     (આજના યુગમાં પણ આવા પ્રેમીઓ અસ્તિત્વ ધરાવે છે)

.   રિતીક રોશન જેવા પ્રેમીલાઓ માટે :- ચાંદ, સિતારે, ફુલ ઔર ખુશ્બ....

    (હંમેશા તાજી કળીઓ તરફ આકર્ષાતા ભમરા જેવા પ્રેમીઓ ઘણા હોય)

.   રણબીર કપુર જેવા પ્રેમીઓ માટેઃ- બચના એ હસીનો લો મૈં...

    (આવા પ્રેમીઓથી ભગવાન સોૈને બચાવે)

.   શાહરૂખ ખાન જેવા પ્રેમીઓ માટેઃ- જાદૂ તેરી નજર...તું હા કર યા ના કર...

    (ધરાર પ્રેમીઓનો પણ સમાજમાં તોટો નથી)

.   સલમાન જેવા પ્રેમીઓ માટેઃ- તડપ તડપ કે ઇસ દિલ સે આહ...

    (આવા પ્રેમીઓ હમેંશા પ્રેમ માટે તડપતા જ રહે છે)

.   અજય દેવગણ જેવા પ્રેમીઓ માટેઃ- દિલ તો બચ્ચા હૈ જી...

    (આવા પ્રેમીઓને પ્રેમ માટે ઉમરનો બાધ નડતો નથી)

.   ઇમરાન હાસમી જેવા પ્રેમીઓ માટેઃ- ભીગે હોઠ તેરે...પી ઇ ઇ ઇ લું , તેરે...

    (હોઠને દીઠા નહિ મુકતા પ્રેમીઓ આજકાલ ખુબ વધી ગયા છે)

.   સંજય દત્ત જેવા પ્રેમીઓ માટેઃ- મેરા દિલ ભી કિતના પાગલ હૈ...

    (પાગલ દિલ ધરાવતાં પ્રેમીઓ ગમે તેના પ્રેમમાં પડી જાય)

.   બાઝીગરના સિધ્ધાર્થ જેવા પ્રેમીઓ માટેઃ- છુપાના ભી નહિ આતા, જતાના ભી નહિ આતા...      (આવા પ્રેમીઓ સતત મથતા જ રહે છે, પણ મેળ પડતો જ નથી)

.   કમલા હાસન જેવા પ્રેમીઓ માટેઃ- હમ બને તુમ બને ઇક દૂજે કે લીયે...

    (જીવતે જીવ એક ન થઇ શકી છેલ્લે સજોડે મરવા વાળા પણ ઓછા નથી)

.   દોસ્તાનાના અભિષેક-જોન જેવા પ્રેમીઓ માટેઃ- મા કા લાડલા બીગડ ગયા...    (જમાનો બદલાયો છે, પ્રેમ માત્ર યુવક અને યુવતિ જ કરી શકે એવું નથી. યુવક-યુવક પણ કરી શકે!!)

.   આમિર ખાન જેવા પ્રેમીઓ માટેઃ- ઓલ ઇઝ વેલ...

    (ગમે તેવી વિકટ પરિસ્થિતી સામે પણ 'ઓલ ઇઝ વેલ' કહી શકતાં પ્રેમીઓ પણ હોય છે)

.   વિવેક ઓબેરોય જેવા પ્રેમીઓ માટેઃ-...ઉસકી દિવાની હૈ બ્રિજ કી બાલા, વો કિશ્ના હૈ...

    (મોટા ભાગના પ્રેમીઓ સામેના પાત્રને રાધા અને પોતાને કૃષ્ણ કહેવડાવવા મથતા હોય છે)

.   ગોવિંદા જેવા પ્રેમીઓ માટેઃ- સોણી દે નખરે સોણે લગ દે મેૈનું...

    (અમુક પાકટ વયના પ્રેમીઓ માટે 'ઉમર પચપન કી દિલ બચપન કા' જ રહે છે)

.   અક્ષય કુમાર જેવા પ્રેમીઓ માટેઃ- ખિલાડી...ખિલાડી ઇન્ટરનેશનલ ખિલાડી...

    (એવા ઘણા હોય છે જે પ્રેમમાં પણ ખેલ ખેલતા હોય છે)

(4:47 pm IST)
  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST

  • મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ અબજોની તબાહી સર્જી : ૧૯૦૦ ગામડાના પાક સાફ :મહારાષ્ટ્રમાં ૩ દિવસના તોફાની વરસાદ - બરફના કરાના તોફાન અને વાવાઝોડાથી ૧૯૦૦ ગામડાના પાકની તબાહી : બે લાખ હેકટર ઉપર ઉભો પાક સાફ થઈ ગયો : અબજો - અબજો રૂપિયાનું નુકશાનઃ મહારાષ્ટ્ર સરકારે આ કુદરતી તબાહી માટે કેન્દ્ર પાસે ૨૦૦ કરોડ માગ્યા access_time 4:09 pm IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST