News of Wednesday, 14th February 2018

કામણગારી આંખોથી 'ઘાયલ' કરનારી પ્રિયા પ્રકાશ વિરૂધ્ધ FIR

દેશભરમાં રાતોરાત સ્ટાર બનેલી અભિનેત્રી પ્રિયા મુશ્કેલીમાં મુકાઇઃ ધાર્મિક લાગણી દુભાવાનો આરોપ

હૈદરાબાદ તા.૧૪ : પોતાની કામણગારી આંખો અને ચહેરાના હાવભાવથી રાતોરાત દેશભરમાં લોકપ્રિય બનેલી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ હવે મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. જે ગીતથી પ્રિયા દેશભરમાં જાણીતી બની ગઈ છે તે જ ગીત હવે તેના માટે મુસીબત લઈને આવ્યું છે. હૈદરાબાદમાં કેટલાક યુવાનોએ વાઈરલ થયેલા આ ગીત સામે ધાર્મિક લાગણી દુભાઈ હોવાની ફરિયાદ કરતા પ્રિયા પ્રકાશ અને પ્રોડ્યુસર વિરુદ્ઘ એફઆરઆઈ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે પ્રિયા પ્રકાશ હાલમાં સોશિયલ મીડિયા પર પોતાના એક વીડિયો દ્વારા છવાઈ ગઈ છે. મલયાલી ફિલ્મ ઓરૂ અડાર લવથી ફિલ્મી જગતના પદાર્પણ કરી રહેલી પ્રિયા આ ફિલ્મના એક ગીતની નાનકડી કિલપથી રાતોરાત સ્ટાર બની ગઈ છે.

એક અંગ્રેજી સમાચાર ચેનલના જણાવ્યા પ્રમાણે હૈદરાબાદના કેટલાક યુવાનોએ ગીતમાં ઉપયોગમાં લેવામાં આવેલા શબ્દો સામે વાંધો ઉઠાવ્યો છે. પ્રિયા પ્રકાશ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવનારા આ યુવાનોનું કહેવું છે કે તેમને પણ આ વીડિયો પસંદ આવ્યો હતો. પરંતુ જયારે તેમણે મલયાલમના આ ગીતનું ટ્રાન્સલેશન કર્યું તો જાણવા મળ્યું કે તેમાં કેટલાક શબ્દો એવા છે જે ધાર્મિક લાગણી દુભાવે છે. ત્યારબાદ તેમણે તેના વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રિયા પ્રકાશની મલયાલમ ફિલ્મ ઓરૂ અડાર લવ ત્રીજી માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ગીત માનિકા મલયારા પૂવી હાલમાં જ રિલીઝ થયું છે. આ ગીતનો વીડિયો સામે આવ્યા બાદ પ્રિયા સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. એટલુંઙ્ગ જ નહીં ઈન્ટાગ્રામ પર પ્રિયાના ફોલોઅર્સની સંખ્યા વધી ગઈ હતી. ૨૪ કલાકની અંદર જ તેના ફોલોઅર્સની સંખ્યા ૧૦ લાખથી ઉપર થઈ ગઈ હતી. પ્રિયા હાલમાં ૧૮ વર્ષની છે અને ત્રિશૂરની વિમલા કોલેજમાં બી.કોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. પોતાની ડેબ્યૂ ફિલ્મમાં પણ તે એક વિદ્યાર્થિનીની ભૂમિકા ભજવી રહી છે.

(4:42 pm IST)
  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST