News of Wednesday, 14th February 2018

પતિને પોર્ન જોવાની ટેવઃ પત્નિ પહોંચી સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટમાં મુંબઇની એક પરણિત મહિલાએ અરજી દાખલ કરીને કહ્યુ છે કે તેનો પતિ નેટ થકી પોર્ન જોવાનો શોખીન છેઃ જેને કારણે હું પોર્નની શિકાર બની ચુકી છુ અને મારી લગ્નની જીંદગી તબાહ થઇ ગઇ છેઃ તેણીએ માંગણી કરી છે કે પોર્ન ઉપર પ્રતિબંધ મુકવો જોઇએઃ મહિલાનુ કહેવુ છે કે ૧૦મી માર્ચ ર૦૧૬ના રોજ અમારા લગ્ન થયા હતાઃ પતિ પોર્નનો શોખીન હોવાથી લગ્ન જીવનમાં તણખા શરૂ થયાઃ અમારી ફેમીલી ખરાબ થઇ ગઇ છેઃ અત્રે એ નોંધનીય છે કે ૩ વર્ષ પહેલા સરકારે સુપ્રિમ કોર્ટને ભરોસો આપ્યો હતો કે પોર્ન સાઇટને બ્લોક કરવા માટે પ્રયાસો કરવામાં આવશે.

(11:39 am IST)
  • સ્વચ્છ ભારત મિશન ઉપર કલંક લગાવતા ભાજપના પ્રધાન : ''સ્વચ્છ ભારત'' મિશન ઉપર કલંક લગાવતા રાજસ્થાનના હેલ્થ મિનિસ્ટર કાલીચરણ સરાફ : રોડ ઉપર ખુલ્લામાં લઘુશંકા કરી : કોંગ્રેસે માફી માંગવાનું કહેતા ના પાડી દીધીઃ માથે જાતા એમ કહ્યુ કે પોલીસ ૨૦૦ રૂપિયા દંડ લઈ લ્યે બીજુ શું? આ કયાં કોઈ મોટો મુદ્દો છે? access_time 4:59 pm IST

  • જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની તબિયત લથડી : હોસ્પીટલમાં કરાયા દાખલ access_time 9:28 am IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST