News of Wednesday, 14th February 2018

એક આંખ મારીને આ છોકરી સોશ્યલ મીડિયામાં છવાઇ ગઇ

નવી દિલ્હી, તા. ૧૪ : વેલેન્ટાઇન્સ વીકની શરૂઆત થઇ એ જ વખતે પ્રિયા પ્રકાશ વારિયર નામની કન્યાએ સોશ્યલ મીડિયા પર મૂકેલો એક વિડિયો અચાનક દાવાનળની જેમ વાઇરલ થઇ ગયો છે. એટલે સુધી કે ઇન્ટરનેટ પર તો આ કન્યાને નેશનલ ક્રશ જાહેર કરી દેવામાં આવી છે. મીડિયોની વાત કરીએ તો એક કલાસરૂમમાં પ્રિયા એક છોકરાની સામે ચોરીછુપી આંખોથી વાતો કરવાની કોશિશ કરે છે. પહેલા તે એક ભમ્મર ઉંચી કરે છે. એના જવાબમાં પેલો છોકરો બન્ને ભમ્મર ઉંચી કરે છે. સામસામે થતા આવા ઇશારાદ દરમ્યાન પ્રિયા અચાનક ડાબી આંખ મારે છે અને સામેનો છોકરો જાણે શરમાઇને ઘાયલ થઇ ગયો હોય એવું બતાવે છે. વાતમાં કંઇ નથી, પરંતુ નાની-શી આ આંખોની મસ્તી સોશ્યલ મીડિયા પર વાયુવેગે ફરી છે.

આ વિડિયો મલયાલમ ફિલ્મ 'ઓરુ અદાર લવ'ના એક ગીતનો છે. ત્રીજી માર્ચે આ ફિલ્મ રિલીઝ થવાની છે એના પ્રમોશનના ભાગરૂપે આ વિડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. જોકે આ વિડિયો એટલો વાઇરલ થયો કે ર૪ કલાકમાં જ સોશ્યલ મીડિયા પર પ્રિયાના ફોલોઅર્સની સંખ્યા છ લાખના આંકડાને પાર કરી ગઇ હતી. યુટયુબ પર આ આ વિડિયો ૮૦ લાખ વાર જોવાયો છે ત્યારે લકોોમાં આ પ્રિયા કોણ છે એ જાણવાનું કુતૂહલ જાગે એ સ્વાભાવિક છે. પ્રિયા ૧૮ વર્ષની છે અને કેરળના ત્રિશૂરમાં રહે છે અને કોમર્સ કોલેજમાં ભણે છે. (૮.પ)

(4:51 pm IST)
  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST

  • જમ્મુ કાશ્મીરના મેઢરમાં આતંકીઓનો ઘુષણખોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો : ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યુ કાવતરૂ : આતંકી સરહદ પાર કરવાની ફિરાકમાં હતા access_time 12:24 pm IST