Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

મધ્યપર્દેશમાં મહાશિવરાત્રીનો પ્રસાદ લીધા બાદ 1500 લોકોને ફૂડ પોઇઝન :હોસ્પિટલ ઉભરાયું

બડવાણીના આશ્રમમાં સાબુદાણની ખીચડી અને બટેટાની મીઠાઈ વિતરણ કરાયું હતું :આસપાસના પાંચથી સાત ગામના લોકોને પેટમાં દુખાવો અને ઉલ્ટી થતા હોસ્પિટલમાં ખસેડાયા

 

મહાશિવત્રીનો પ્રસાદ ખાદ્યા બાદ મધ્યપ્રદેશના 1500 લોકોને પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે ભાવિકોને પ્રસાદમાં સાબુદાણાની ખીચડી અને બટેટાની મીઠાઈ વિતરણ કરાઈ હતી બનાવ મધ્યપ્રદેશના બડવાણીમાં બન્યો છે જ્યાં એક આશ્રમમાં શિવ ભક્તોને પ્રસાદ વિતરણ કરાયો છે અસરગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં લઇ જવાયા છે મળતી વિગત મુજબ પહેલા 200 થી 300 લોકોને પેટમાં દર્દ અને ઉલ્ટી થઇ હતી પરંતુ દર્દીઓની સંખ્યા વધતી ગઈ હતી સ્થાનિકો લોકોએ દર્દીઓને ટ્રેકટરમાં અને અન્ય સાધનોમાં બેસાડી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા ફૂડ પોઇઝનનો આસપાસના પાંચથી સાત ગામના ભાવિકો ભોગ બન્યા છે એકતરફ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે બીજીતરફ બીમાર લોકોનો ઈલાજ ચાલી રહયો છે

(9:08 am IST)
  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST

  • મુંબઇ મહાનગરપાલિકા(BMC)એ સલમાનખાનની પ્રખ્યાત NGO સંસ્થા 'બીઈંગ હ્યુમન'ને બ્લેકલીસ્ટમાં મૂકી દીધી છે. 'બીઈંગ હ્યુમન' પર આરોપ છે કે તેણે BMCની સાથે વચનભંગ કર્યો છે. આ માટે BMCએ સંસ્થાને કારણ દર્શાઓ નોટીસ પણ ફટકારી છે. મુંબઈ મીરરના એહવાલ અનુસાર બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને બંદર વિસ્તારમાં ડાયાલીસીસના યુનિટ બનાવવાના હતા, જેના લીધી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તી સારવાર મળી રહે, પરંતુ બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને હજુ સુધી આ યુનિટો ચાલુ નથી કર્યા. access_time 2:25 pm IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST