Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

હવે આધારકાર્ડ ચહેરો ઓળખી લેશે :સિનિયર સિટિઝનને મળશે રાહત :1 લી જુલાઈથી સેવા લોન્ચ

ઓથેન્ટિકેશનની એક એકસ્ટ્રા લેયર થશે તૈયાર: ફિંગર પ્રિન્ટને લઇને મુશ્કેલીથી સિનિયર સિટિઝનને મળશે મુક્તિ

રાજકોટ :હવે આધારકાર્ડ પણ ચહેરાની ઓળખ કરી શકશે જેનાથી સિનિયર સિટિઝનને મોટી રાહત મળશે જેઓને ફિંગર પ્રિન્ટને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે 1 જૂલાઇથી આ પ્રકારની સેવા લોન્ચ થનાર છે તેવી જાણકારી યૂનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ એક નિવેદનમાં આપી હતી હાલમાં જ્યારે આધાર ડેટાની સિક્યોરિટીને લઇને તમામ સવાલો ઉભા થઇ રહ્યા છે. આ પહેલા UIDAIના પૂર્વ મહામહાનિદેશકે આધાર ડેટાના એક્સેસ કરવાને લઇને જોડાયેલી અફવાઓનો ઇન્કાર કર્યો હતો.

 

   UIDAIએ કહ્યુ કે, UIDAI ફેશિયલ રિકગનાઇઝેશન પર કામ કરી રહ્યુ છે આ સેવા 1 જૂલાઇ 2018ના લોન્ચ કરાશે જેનાથી ખાસ કરીને સીનિયર સિટીઝન્સ માટે ઓથેન્ટિકેશનની એક એકસ્ટ્રા લેયર તૈયાર થશે.અને સીનિયર સિટીઝન્સને રાહત મળશે જે ફિંગર પ્રિન્ટને લઇને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
   UIDAIએ આ નવા ફિચરમાં માત્ર ફેશિયલ રિકગનાઇઝેશન નહી હોય એટલે કે ફેશિયલ રિકગનાઇઝેશન સિવાય ફિંગર પ્રિન્ટ,OTP પણ ઓથેન્ટિકેશન માટે જરૂરી બનશે. જોકે તેનો મતલબ એમ નથી કે તમારે ફેશિયલ રિકગનાઇઝેશન ફિચર માટે ફરી એક વખત આધાર સેન્ટર જવું પડશે. UIDAIએ આ ફિચર માટે પોતાનો ડેટાબેઝ જ યૂઝ કરશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ડેટાની સુરક્ષા માટે જ UIDAI  વેરિફિકેશન માટે વર્ચુઅલ આધાર ID પર જારી કરી ચૂકી છે.પરંતુ આ ઑપ્શનલ હશે,કોઇ યૂઝર વેરિફિકેશન માટે પોતાનો 12 નંબર અથવા આધાર નંબર નથી બતાવવા ઇચ્છતો તે વર્ચુઅલ ID નંબર આપી શકે છે.1 જૂનથી તમામ એજન્સીઓ આ IDની મદદથી વેરિફિકેશન કરશે.કોઇ પણ આધાર હોલ્ડર UIDAIની વેબસાઇટ પર વર્ચુઅલ ID જનરેટ કરી શકે છે.16  નંબરની આ IDનો ઉપયોગ મોબાઇલ નંબરના વેરિફિકેશન સહિત કેટલીક સ્કીમમાં KYC માટે ઉપયોગમાં આવે છે.

(4:34 pm IST)