Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ર૦૧૭ પહેલા વેચાયેલા વાહનો માટે પણ ફાસ્ટટેગ ફરજીયાત બની જશે...

૧ જાન્યુઆરી ર૦ર૧ થી અમલ થવા સંભવઃ થર્ડ પાર્ટી વિમા માટે ફરજીયાત બનાવાશે

નવી દિલ્હી તા. ૧૪ : ડિસેમ્બર ર૦૧૭ પછી વેચાયેલા દરેક વાહન માટે  ફાસ્ટટેગ હોવો અનિવાર્ય છે. અને હવે જાણવા મળ્યા મુજબ રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી ડિસેમ્બર ર૦૧૭ થી પહેલા વેચાયેલા વાહનો માટે પણ ફાસ્ટટેગ ફરજિયાત કરે તેવી શકયતા છ.ે મંત્રાલય આ માટે સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સમાં ફેરફાર સુચવી રહ્યું છે. અને એ માટે મંતવ્યો મંગાવવામાં આવી રહ્યા છે. આ ફેરફાર જાન્યુઆરી ૧-ર૦ર૧ થી અમલમાં આવે તેવી શકયતા  છે.

વાહન માટે નવો થર્ડ પાર્ટી વીમો લેતી વખતે ફાસ્ટટેગ હોવો અનિવાર્ય બનાવવાની પણ વિચારણા ચાલી રહી છે. આ ફેરફાર એપ્રિલ ૧/ર૦ર૧ થી અમલમાં આવે તેવી શકયતા છે ટોલ પ્લાઝા પર રીટર્ન જર્નીમાં ડિસ્કાઉન્ટ મેળવવા માટે પણ હવે ફાસ્ટટેગ હોવો ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે.

(12:52 pm IST)