Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટુ નિવેદન : કહ્યું - ભારત અહિંસાનો પૂજારી છે, દુર્બલતાનો પૂજારી નથી

અખંડ ભારતની વાત કરીએ છીએ તો લોકો ડરી જાય છે. બોલે છે ક્યારે થશે. જ્યારે ડરવાનું છોડી દેશો. ત્યારે અખંડ ભારત થશે : મોહન ભાગવત

મુંબઈ તા.14 : સંઘ પ્રમુખ મોહન ભાગવતે રવિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં 'ઉત્તિષ્ઠ ભારત' કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે "ભારતના અસ્તિત્વમાં એકતા છે. બસ અમે અલગ દેખાઈ શકીએ છીએ." તેમણે વધુમાં કહ્યું, ભારતને મોટું બનાવવું પડશે. આ માટે આપણે ડરવાનું બંધ કરવું પડશે. કહ્યું, ડરવાનું બંધ કરશો તો ભારત એક થઈ જશે. આપણે અહિંસાના ઉપાસક ચોક્કસ છીએ, પણ નિર્બળતાના નથી.

ભાગવતે કહ્યું કે, આપણે જ આ જાત-પાતની ખાડી બનાવી છે. નાના અહંકારનું ષડયંત્ર કરીએ છીએ, તેમણે કહ્યું કે વિશ્વ વિવિધતાના સંચાલન માટે ભારત તરફ જુએ છે. ભાગવતે કહ્યું કે ટાટા પાછળ વિવેકાનંદ પ્રેરણા હતા. ચીનમાં શક્તિનું થો઼ડુ અવતરણ થયું, આપણે જોઈ શકીએ છીએ કે તે વિશ્વમાં શું કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે, ભારત અહિંસાનો પૂજારી છે, દુર્બલતાનો પૂજારી નથી. તેમણે કહ્યું કે, અખંડ ભારતની વાત કરીએ છીએ તો લોકો ડરી જાય છે. બોલે છે ક્યારે થશે. જ્યારે ડરવાનું છોડી દેશો. ત્યારે અખંડ ભારત થશે.

તેમણે કહ્યુ કે, આપણે આ દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવું પડે છે. ત્યાર બાદ પણ રસ્તાની બંને તરફ કચરો ફેલાયેલો હોય છે. સમસ્યા આવે તો ફરિયાદ કરીએ છીએ, પણ તેના માટે બસો શું કામ સળગાવવાની. આપણે આપણી વાત કરવા માટે દુશ્મનોને સામે શા માટે રાખીએ છીએ.

(8:43 pm IST)