Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને પીએમ નરેન્‍દ્રભાઇ મોદીએ યાદ કર્યા

પીએમ મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના અવસરે વિભાજનના સમયે પીડિત થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પીડિત પરિવારોના ધૈર્યની પણ સરાહના કરી હતી.

નવી દિલ્‍હીઃ ભારત આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે. તો વળી દેશના ભાગલાનું દર્દ ભૂલાવું અઘરુ છે. આ દર્દ લોકોના દિલમાં આજે પણ ધરોબાયેલુ છે. દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને પીએમ મોદીએ યાદ કર્યા હતા. પીએમ મોદીએ આ તેને ઈતિહાસનો દર્દનાક ભાગ ગણાવ્યો હતો. પીએમ મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના અવસરે વિભાજનના સમયે પીડિત થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પીડિત પરિવારોના ધૈર્યની પણ સરાહના કરી હતી.

14 ઓગસ્ટ 1947ની તારીખને ભૂલી શકાય નહીં, એક બાજૂ સૈંકડો લોકોને ગુલામી બાદ આઝાદી મળવાની હતી, તો બીજી તરફ દેશના બે ભાગલા થઈ રહ્યા હતા. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના અવસરે પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું એ તમામને શ્રદ્ધાંજલિ આપું છું, જેમણે વિભાજન દરમિયાન પોતાનો જીવ ખોયો છે અને આપણા ઈતિહાસના એ દુખદ કાળમાં પીડિત તમામ લોકોના ધૈર્યની સરાહના કરુ છું. અહીં ઉલ્લેખનિય છે કે, દેશના ભાગલા એ કોઈ વિભીષિકાથી જરાંયે ઓછુ નહોતું. કેટલાય પરિવારો વિખૂટા પડ્યા સૈંકડો લોકોએ જીવ ખોયા. આ ભાગલાનું દુ:ખ લોકોએ વેઠવું પડી રહ્યું છે.

દેશના ભાગલાનું દુ:ખ યાદ કરતા ગત વર્ષે આઝાદીની વર્ષગાંઠ પહેલા પીએમ મોદીએ 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવાનો નિર્ણય કર્યો હતો. પ્રધાનમંત્રીએ ગત વર્ષે આ સ્મૃતિ દિવસની શરુઆત દરમિયાન કહ્યું હતું કે, દેશના ભાગલાનું દુખને ક્યારેય ભૂલી શકાય નહીં. હિંસા અને નફરતના કારણે સેંકડો પરિવારો વિસ્થાપિત થયા અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા.

(2:02 pm IST)