Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) હેઠળ ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી આતંકવાદ વિરોધી કવાયતમાં પાકિસ્તાન ભાગ લેશે

અત્યાર સુધી તો ભારતની આતંક વિરોધ કવાયતમાં પાકિસ્તાને કદી પણ ભાગ લીધો નથી પરંત હવે પહેલી વાર પાકિસ્તાન ભારતની આતંક વિરોધી કવાયતમાં ભાગ લેશે: પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તા અસીમ ઇફ્તિખારનું નિવેદન

નવી દિલ્‍હીઃ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) હેઠળ ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી આતંકવાદ વિરોધી કવાયતમાં  પાકિસ્તાન ભાગ લઈ રહ્યું છે. ઓક્ટોબર 2022માં મહેસારમાં ભારતે આતંકવાદ વિરોધી કવાયત ગોઠવી છે જેમાં પાકિસ્તાન ભાગ લેવાનું છે. પાકિસ્તાનના મીડિયાએ વિદેશ મંત્રાલયને ટાંકીને આ માહિતી આપી છે. પાકિસ્તાનના એક અગ્રણી અખબારના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન અને ભારતીય સૈનિકો આતંકવાદ વિરોધી કવાયતમાં સાથે મળીને ભાગ લેશે. અત્યાર સુધી તો ભારતની આતંક વિરોધ કવાયતમાં પાકિસ્તાને કદી પણ ભાગ લીધો નથી પરંત હવે પહેલી વાર પાકિસ્તાન ભારતની આતંક વિરોધી કવાયતમાં ભાગ લેશે.

પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તા અસીમ ઇફ્તિખારે કહ્યું કે પાકિસ્તાન એસસીઓના પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખા (આરએટીએસ) હેઠળ આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી કવાયતમાં ભાગ લેશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ કવાયત એસસીઓ આરટીએસના કાર્યક્ષેત્રમાં થશે.” ભારત આ વર્ષે એસસીઓ આરટીએસની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ કવાયતો ભારતમાં ઓક્ટોબરમાં માનેસરમાં યોજાવાની છે. પાકિસ્તાન તેનું સભ્ય હોવાથી અમે તેમાં ભાગ લઈશું. હરિયાણાના માનેસરમાં યોજાનારી આ કવાયતમાં ભારત ઉપરાંત રશિયા, ચીન, પાકિસ્તાન, ઇરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન ભાગ લેશે.

(1:52 pm IST)