Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

સ્વતંત્ર દિવસના એક દિવસ પહેલા જમ્મુ કશ્મીરના કુલગામમાં આંતકીઓનો હુમલો: એક પોલીસકર્મી શહીદ

બડગામના વોટરહોલ વિસ્તારમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા

જમ્સ્વજમ્મુ-કાશ્મીર: સ્વતંત્રદિવસના એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી હુમલો કર્યો છે. આ વખતે આતંકીઓએ પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરના કુલગામના કામોહમાં શનિવારે મોડી રાત્રે આતંકવાદીઓએ પોલીસ ટીમ પર ગ્રેનેડ ફેંક્યા હતા. આ હુમલામાં પુંછ જિલ્લાના મેંધરનો રહેવાસી એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. તેને અનંતનાગની જીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ પોલીસકર્મીનું નામ તાહિર ખાન જણાવવામાં આવ્યું છે.

(1:52 pm IST)