Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

તાલિબાની આતંકીઓથી ત્રસ્ત થયેલા સેંકડો અફઘાનીઓ ભારતમાં આશરો મેળવવા આતુર : કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પ્લાન જાહેર કરશે

નવી દિલ્હી :  અફઘાનિસ્તાનમાં તાલિબાનો એક પછી એક રાજ્યો, શહેરો કબજે કરી તાલિબાની શાશન સ્થાપી રહ્યા છે ત્યારે હજારો અફઘાન શરણાર્થીઓ અને તાલિબાન તથા પાકિસ્તાન આતંકી-હિંસાથી પીડાયેલા લોકોને ભારતમાં સમાવવા માટેની યોજના પર ભારત સરકાર કામ કરી રહ્યું છે. ખૂબ જ સારું પગલું ગણવામાં આવી રહ્યું અને ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં આ અંગે વિગતો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ભારત સરકારને અફઘાનિસ્તાનના સેંકડો લોકોની એસઓએસ વિનંતીઓ મળી રહી છે, જે લોકો કોઈપણ કિંમતે અફઘાનિસ્તાન છોડી પાકિસ્તાનમાં પ્રવેશવા માંગતા નથી, અને ભારત તરફ આશાની મીટ માંડીને બેઠા છે.

જાણીતા પત્રકાર આદિત્ય રાજ કૌલે તેમના ટ્વિટર હેન્ડલ પર આ વિગતો જાહેર કરી છે.

(12:01 am IST)