Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

મહિલા પગ દેખાય એવા સેન્ડલ પહેરી શકશે નહીં : અફઘાનિસ્તાનમાં તાલિબાનનું ફરમાન

તાલિબાની વિસ્તારમાં પગ દેખાય એવા સેન્ડલ પહેરેલી એક મહિલાને જાહેરમાં માર મરાયો : કોઈ પણ મહિલા એકલી બહાર નીકળી શકશે નહીં. પતિ-ભાઈ, પિતા કે દીકરા વગર મહિલા બજારમાં નીકળશે તો તેની સામે કડક પગલાં લેવાશે

કાબુલ :અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ દિવસે દિવસે બદતર થતી જાય છે. તાલિબાની આતંકવાદીઓએ જે વિસ્તારોમાં કાબૂ મેળવી લીધો છે ત્યાં મહિલાઓ માટે નવા ત્રાસદાયક ફરમાનો જારી કર્યા છે.

તાલિબાને તેના કાબૂ હેઠળના વિસ્તારમાં નવો ફતવો બહાર પાડયો છે. એ પ્રમાણે કોઈ પણ મહિલા પગ દેખાય એવા સેન્ડલ પહેરી શકશે નહીં. મીડિયા અહેવાલમાં દાવો થયો હતો કે તાલિબાની વિસ્તારમાં પગ દેખાય એવા સેન્ડલ પહેરેલી એક મહિલાને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.
હવે તાલિબાની અંકુશ હેઠળમાં વિસ્તારમાં કોઈ પણ મહિલા એકલી બહાર નીકળી શકશે નહીં. પતિ-ભાઈ, પિતા કે દીકરા વગર મહિલા બજારમાં નીકળશે તો તેની સામે કડક પગલાં ભરવાનું ફરમાન થયું છે. તાલિબાનના આ અમાનવીય ફરમાનના અહેવાલો અંગે યુએનના હ્મુમન રાઈટ્સ કમિશને ચિંતા વ્યક્ત કરી હતી. યુએને કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં દિવસે દિવસે મહિલાઓની સ્થિતિ દયનીય થતી જાય છે. મહિલાઓની સ્વતંત્રતા જોખમાઈ રહી છે તેને યુએને ગંભીર બાબત ગણાવી હતી

(11:19 pm IST)