Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

હૈતીમાં 7.2ની તીવ્રતાનો મહાભયાનક ભૂકંપ: 29 લોકોના મોત:સુનામી આવવાની આશંકા

ઘણી ઇમારતોને ભારે નુકસાન: ભૂકંપનું કેન્દ્ર સેન્ટ લૂઇસ ડુ સુડથી 12 કિમી ઉત્તરપૂર્વમાં હતું

નવી દિલ્હી : હૈતીમાં 7.2 ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના જોરદાર આંચકાઓ બાદ આ દરિયાકાંઠાના દેશમાં સુનામીનો ભય પણ છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ સુનામીનું એલર્ટ જારી કર્યું છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ઘણી ઇમારતોને ભારે નુકસાન પણ થયું છે. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર સેન્ટ લૂઇસ ડુ સુડથી 12 કિમી ઉત્તરપૂર્વમાં હતું.

રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સમાં ભૂકંપના ઝટકા બાદ લોકો તેમના ઘરની બહાર આવી ગયા હતા અને ગભરાઈ ગયા અને શેરીઓમાં આવી ગયા હતા. નાઓમી વર્નિઉસે જણાવ્યું કે ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તેનો પલંગ પણ જોરથી ધ્રુજવા લાગ્યો. મળતી માહિતી મુજબ ભૂકંપ ભારતીય સમય અનુસાર સાંજે 5.59 વાગ્યે આવ્યો હતો. ભૂકંપને કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પડોશી દેશોમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. ભૂકંપને કારણે હૈતીમાં ઘણી શાળાઓની ઇમારતો ઉપરાંત ઘરોને પણ નુકસાન થયું છે.

સ્થાનિકો સોશિયલ મીડિયા પર ભૂકંપ બાદની તસવીરો અને વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. અમેરિકી એજન્સીએ ચેતવણી આપી છે કે ભૂકંપને કારણે દરિયામાં 10 ફૂટ ઉંચા મોજા ઉછળી શકે છે. હૈતીના નાગરિક સુરક્ષા નિયામક જેરી શેન્ડલરે કહ્યું, હું ખાતરી આપી શકું છું કે મૃત્યુ થયા છે. પરંતુ અમે હજી સુધી તેના વિશે વધુ જાણતા નથી. અમે માહિતી એકઠી કરી રહ્યા છીએ.

(11:16 pm IST)