Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

કેનેડા સરકારની મોટી જાહેરાત : અફઘાનિસ્તાનના 20 હજાર નાગરિકોને આશ્રય આપશે

તાલિબાનના આતંકને કારણે અફઘાનિસ્તાન છોડવાની યોજના બનાવી રહેલા લોકોને કેનેડા આશ્રય આપશે.

નવી દિલ્હી : કેનેડાની સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે તે વીસ હજારથી વધુ લોકોને આશ્રય આપશે જેમને તાલિબાન દ્વારા સીધો જોખમ છે. આ માટે એક પ્લાન પણ તૈયાર કેનેડા સરકારે તૈયાર કર્યો છે. તાલિબાનના આતંકને કારણે અફઘાનિસ્તાન છોડવાની યોજના બનાવી રહેલા લોકોને કેનેડા આશ્રય આપશે. શુક્રવારના દિવસે કેનેડાએ જાહેરાત કરી છે કે વીસ હજાર થી વધુ અફઘાન નાગરિકોને આશ્રય આપવાની યોજના બનાવી રહ્યું છે.

કેનેડાના પ્રકવાસી મંત્રી માર્કો મેન્ડિસિનોએ કહ્યું કે અમારી પ્રાથમિકતા તાલિબાનના આતંકથી પરેશાન લોકોને આશ્રય આપવાની છે. મહિલા નેતાઓ, પત્રકારો, માનવઅધિકાર કાર્યકરો અમારી પ્રાથમિકતા છે આ ઉપરાંત તેમણે કહ્યું કે કેનેડા વીસ હજાર શરણાર્થીઓને આશ્રય આપવા માટે પણ ખાસ યોજના બનાવી રહ્યું છે, અમારું મિશન આવા અફઘાનો માટે છે જે કેનેડા સરકાર માટે કામ કરી રહ્યા છે. અમારો ઉદ્દેશ તેમને મદદ કરીને સ્થાપિત કરવાનો છે.

કેનેડાના સંરક્ષણ મંત્રી હરજીત સજ્જને કહ્યું કે સરકાર વતી મનમીત સિંહ ભુલ્લર ફાઉન્ડેશન સાથે એમઓયુ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત, આગામી કેટલાક મહિનાઓમાં અફઘાન શીખ અને હિન્દુ પરિવારો, જે અફઘાનિસ્તાનમાં રહેતા હતા. તેઓ ફરીથી સ્થાપિત કરવામાં આવશે. અફઘાનિસ્તાનમાં છેલ્લા એક સપ્તાહથી તાલિબાનનો આતંક વધ્યો છે. ઘણા પ્રદેશો તેના નિયંત્રણમાં આવી ગયા છે. એવું માનવામાં આવે છે કે થોડા દિવસોમાં તાલિબાન કાબુલ પર પણ કબજો કરી લેશે.

(8:04 pm IST)