Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

માનવ બલિદાનના બહાને મહિલાને ચાકુ મારી ઇજા પહોંચાડનાર તાંત્રિકના જામીન દિલ્હી હાઇકોર્ટે ફગાવ્યા : પૂજા વિધિ માટે હોટલમાં લઇ જઈ અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને ચાકુથી પ્રહાર કર્યા

ન્યુદિલ્હી : માનવ બલિદાનના બહાને મહિલાને ચાકુ મારી ઇજા પહોંચાડનાર તાંત્રિકના જામીન દિલ્હી હાઇકોર્ટેફગાવી દીધા છે. એક મહિલાને અયોગ્ય રીતે સ્પર્શ કરવા અને બાદમાં 'માનવ બલિદાન' ના બહાને તેને ચાકુના ઘા મારવાના આરોપમાં દિલ્હી હાઇકોર્ટે તાંત્રિકને જામીન આપવાનો ઇનકાર કર્યો છે.

ફરિયાદીએ પોતાની માતાની  તબિયત સુધારવા અને તેની અંગત સમસ્યાઓ ઉકેલવાના બહાને તેની માતા સાથે 1.5 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યો હતો.મહિલાના જણાવ્યા અનુસાર, જ્યોતિષી તેને છેલ્લા દોઢ વર્ષથી પરેશાન કરતો હતો અને 4 મે 2018 ના રોજ તે તેને દિલ્હીની એક હોટલમાં લઈ ગયો હતો. તાંત્રિકે તેને કહ્યું હતું કે હોટેલમાં પૂજા લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલશે.

મહિલાએ આરોપ લગાવ્યો કે જ્યોતિષી-આરોપીએ લગભગ બે કલાક સુધી મંત્રોનો જાપ કર્યો અને વિરામ આપ્યા બાદ તેને બેડ પર બેસવાનું કહ્યું, ત્યારબાદ તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યો. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તાંત્રિકે તેની ગરદન પર છરીથી હુમલો કર્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે હોટલના રૂમમાંથી છટકી જવાનો પ્રયાસ કરતી વખતે પણ તેના ઉપર ચાકુથી પ્રહાર કરવામાં  મારવામાં આવ્યો હતો.

સરકારી વકીલ એમ.એસ. ઓબેરોયે રજૂઆત કરી હતી કે આરોપી કદાચ માનવ બલિદાન આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જે દરમિયાન ફરિયાદીને તેના ગળામાં ત્રણ સહિત કુલ સાત ઇજાઓ થઇ હતી.જેમાંની ત્રણ ઇજાના નિશાન તેની ગરદન ઉપર હજુ પણ છે.

નામદાર કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરી તેને હવે પછીની સુનાવણીમાં બચાવ કરવાની પરવાનગી આપી હતી.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(7:38 pm IST)