Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

દુબઈ જતી ફ્લાઈટમાં બોર્ડિંગ પહેલાં એક મહિલા પોઝિટિવ

ફ્લાઈટમાં જતા પેસન્જર્સના કોરોના ટેસ્ટમાં ઘટસ્ફોટ : રાજસ્થાનથી આવેલી મહિલાને પ્રવાસ કરતા અટકાવાઈ તથા સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી

અમદાવાદ , તા.૧૪ : અમદાવાદથી દુબાઈ જતી ફ્લાઈટમાંe બોર્ડિંગ પહેલા રાજસ્થાનથી આવેલી એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને અટકાવવામાં આવી તી અને સાથે કોરોના ગાઈડલાઈન મુજબ સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પરથી દુબઈ જવા માટે ફ્લાઈટમાં સવાર થતાં પહેલા તમામ મુસાફરોને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવતા હોય છે. રિપોર્ટ નેગેટિવ આવે તે મુસાફરોને ફ્લાઈટમાં બેસવા દેવામાં આવતા હોય છે.

મીડિયા રિપોર્ટ મુજબ રાજસ્થાનની મહિલાનો ફ્લાઈટમાં બેસતા પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, તેમની સાથે તેમના બાળકો પણ હોવાથી તેમણે રાજસ્થાન જઈને સારવાર કરાવવાની રજૂઆત કરતા તેમને બાળકો સાથે રાજસ્થાન જવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર શાંત પડી ગઈ છે. જેના કારણે અમદાવાદ સહિત દેશભરના જુદા-જુદા એરપોર્ટ પરથી ગણતરીના દેશમાં ઓપરેટ થતી ઈન્ટરનેશનલ ફ્લાઈટ કાર્યરત થઈ છે. કોરોનાની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ કેસ નોંધાયા છે. જયારે ડેલી વેક્સિનેશની સંખ્યા લાખની નજીક પહોંચી ગઈ છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે જ્યારે વડોદરા શહેરમાં પાંચ કેસ સામે આવ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે. ઉપરાંત અમદાવાદ જિલ્લા, દાહોદ, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ શહેર અને નવસારીમાં એક-એક કેસ નોંધાયો છે.

(7:33 pm IST)