Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

કોરોના યોદ્ધાઓને સન્માનિત કરવા કેન્દ્રની રાજ્યોને સુચના

દેશના ૭૫મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ : કોવિડ-૧૯ યોદ્ધા, ડોક્ટર, સ્વાસ્થ્ય કાર્યકર્તા અને સફાઈ કર્મચારીઓને ઉજવણી કાર્યક્રમમાં આમંત્રિત કરવા સલાહ

નવી દિલ્હી, તા.૧૪ : કાલે ભારત ૭૫ મો સ્વતંત્રતા દિવસ મનાવશે. જેને લઈને તમામ તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. ભારતની આઝાદીનુ ૭૫મુ જશ્ન ઘણુ ખાસ હશે. અવસર પર દેશના દરેક રાજ્ય, જિલ્લા, બ્લોક અને પંચાયત સ્તર પર કોરોના યોદ્ધાઓને સન્માનિત કરવામાં આવશે. જે માટે કેન્દ્રએ રાજ્ય સરકારોને પત્ર પણ લખ્યો છે.

જોકે, ૭૫માં સ્વતંત્રતા દિવસ સમારોહના આયોજન માટે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને અવસરે કોવિડ-૧૯ યોદ્વા જેવા ડોક્ટર, સ્વાસ્થ્ય કાર્યકર્તા અને સફાઈ કર્મચારીઓ તેમજ કોરોનાથી સાજા થઈ ચૂકેલા કેટલાક લોકોને પણ આમંત્રિત કરવાની સલાહ આપી છે.

સાથે ગૃહ મંત્રાલયે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવાથી બચવાની સલાહ આપી છે. સાથે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન કોવિડ-૧૯ ગાઈડલાઈનનુ કડકાઈથી પાલન કરવાની વાત કરી છે. પત્રમાં ગૃહ મંત્રાલય રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્વતંત્રતા દિવસ આત્મનિર્ભર ભારતની થીમ પર મનાવવાના આદેશ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યુ, માટે વિભિન્ન ગતિવિધિઓ અથવા સંદેશોના માધ્યમથી સમારોહ અને સોશ્યલ મીડિયા પર જનતાની વચ્ચે ઉપયુક્ત રીતે આત્મનિર્ભર ભારતની થીમને ફેલાવવામાં આવે અને પ્રચારિત કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે વખતે ટોક્યો ઓલમ્પિક ૨૦૨૦માં મેડલ જીતનાર તમામ એથલીટોને પણ સ્વતંત્રતા દિવસ ૨૦૨૧માં ભાગ લેવા માટે વિશેષ આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. વૈશ્વિક સ્તરે દેશનુ નામ રોશન કરનાર સપૂતોને સ્વતંત્રતા દિવસના અવસરે સન્માનિત કરવામાં આવશે.

(7:29 pm IST)