Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

૧૩૮૦ શૂરવીરોને ગેલેન્ટ્રી એવોર્ડથી સન્માનિત કરાશે

આજે દેશનો ૭૫મો સ્વતંત્રતા પર્વ, દેશમાં ઉજવણી : સીઆરપીએફના ૧૫૧ બહાદુર જવાનોને સન્માનિત કરાશે : જમ્મુ-કાશ્મીર પોલીસને સૌથી વધારે મેડલ

નવી દિલ્હી, તા.૧૪ : દેશ આઝાદીનો ૭૫ મો પર્વ ઉજવી રહ્યો છે. સમયે દેશની સુરક્ષામાં સક્રિય રહેતા અને દુશ્મનોને જડબાતોડ જવાબ આપનારા શૂરવીરોને સ્વતંત્રતા દિવસ પર સન્માન કરવામાં આવશે. વર્ષે ,૩૮૦ શૂરવીરોને ગેલેન્ટ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે પોલીસના જવાનો માટે આપવામાં આવતા પ્રેસિડેન્ટ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી, પોલીસ મેડલ ઓફ ગેલેન્ટ્રી, પ્રેસિડેન્ટ પોલીસ મેડલ ફોર ડિસ્ટિન્ગ્વિશ સર્વિસ સહિત અન્ય ગેલેન્ટ્રી એવોર્ડની જાહેરાત કરી છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, પોલીસના જવાનોને વીરતા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને ૬૨૮ જવાનોને વીરતા માટે પોલીસ મેડલ આપવામાં આવશે. ઉપરાંત ૬૬૨ પોલીસ કર્મચારીઓની પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. ૮૮ પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.

સરહદ પર તૈનાત આઇટીબીપીના ૨૩ જવાનોને વીરતા માટે પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જેઓ ચીન સરહદ પર તૈનાત રહી દેશની રક્ષા કરે છે. તેમાંથી ૨૦ જવાનોને મે-જૂન ૨૦૨૦ માં પૂર્વ લદાખની અથડામણમાં બતાવેલી બહાદુરી માટે સન્માનિત કરવામાં આવશે.

ત્યારે સૌથી વધારે મેડલ જમ્મુ-કાશ્મીર પોલીસને મળ્યા છે. તેમાં જમ્મુ અને કાશ્મીરના ૨૫૬ પોલીસ કર્મચારી અને સીઆરપીએફના ૧૫૧ બહાદુર જવાન સામેલ છે. ઉપરાંત ઓડિશાના ૬૭, મહારાષ્ટ્રના ૨૫ અને છત્તીસગઢના ૨૦ જવાન સામેલ છે. સાથે અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પણ કેટલાક પોલીસ કર્મચારીઓ ઉપરાંત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનોને પણ એવોર્ડ આપવામાં આવશે.

(7:26 pm IST)