Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ગેંગરેપ પીડિતાના પરિવારજનોની ઓખળ ઉજાગર કરવા મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ભાજપ પ્રવક્તા નવીન કુમારે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

નવી દિલ્હી :  દલિત બાળકી સાથે સામુહિક બળાત્કારના કેસમાં પીડિતાના પરિવારજનોની ઓળખ ઉજાગર કરવા મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાઈ છે ભાજપના પ્રવક્તા નવીન કુમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

નવીન કુમારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, રાહુલ ગાંધીની સામે પોક્સો કાયદાની કલમ હેઠળ કેસ નોંધાવો જોઈએ. રાહુલે પોક્સો કલમની અવગણના કરી છે. રાહુલ ગાંધીએ બાળકીના માતા-પિતા સાથે મુલાકાત કર્યા બાદ તેમની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારબાદ હોબાળો થયો હતો. માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે તસ્વીર જાહેર કરવા સંદર્ભે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓની સામે કાર્યવાહી કરી હતી. ઘણાં દિવસો સુધી રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓના ટ્વિટર એકાઉન્ટ પણ લોક કરી દેવામાં આવ્યાં હતા. આ સાથે કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ પર પણ તાળું લગાવી દીધુ હતું. જોકે, શનિવારે રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓના એકાઉન્ટને ટ્વિટરે ફરીથી અનલોક કરી દીધુ છે.

(6:42 pm IST)