Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રિલાયન્‍સ જીયો દ્વારા એક વર્ષની વેલિડીટી વાળો પ્‍લાન ઉપલબ્‍ધઃ ગ્રાહકોને દરરોજ 3 જીબી ડેટાની ઓફર

3499માં 365 દિવસની વેલિડીટી, અનલિમીટેડ કોલ, દરરોજ 100 એસએમએસની સુવિધા

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો  પોતાના ગ્રાહકોને અલગ-અલગ કિંમતના અનેક પ્લાન ઓફર કરે છે. તેમાં એક પ્લાન એવો છે, જે હાલ કોઈ કંપની પાસે નથી. આ પ્લાનમાં ગ્રાહકને એક વર્ષ માટે દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવે છે. તેની એક ખાસિયત તે પણ છે કે આ જીયોનો સૌથી સસ્તો 3 જીબી ડેટાવાળો પ્લાન છે. આવો તેની વિગત જાણીએ.

માત્ર જીયોની પાસે આ શાનદાર પ્લાન

કંપનીએ થોડા દિવસ પહેલા 3499 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો હતો. પ્લાનમાં ગ્રાહકોને એક વર્ષની વેલિડિટી આપવામાં આવે છે. 365 દિવસની વેલિડિટી સાથે દરેક નેટવર્ક પર અનલિમિડેટ કોલિંગ અને દરરોજ 100 SMS ની સુવિધા પણ આપવામાં આવી છે. પરંતુ આ પ્લાનની ખાસ વાત તેમાં મળનાર ડેટા છે. પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવે છે.

એક વર્ષ માટે દરરોજ 3 જીબી ડેટાનો મતલબ છે કે યૂઝર્સને કુલ 1095 જીબી ડેટા મળે છે. જો તમે એક જીબી ડેટાની કિંમત જુઓ તો 3.19 રૂપિયામાં 1GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈ પ્રકારનો  OTT બેનિફિટ મળતો નથી. પરંતુ તેમાં JioTV, JioCinema, JioCloud, JioSecurity, અને JioNews જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.

ભારતીય એરટેલ કે વોડાફોન આઇડિયા પાસે પણ આવો પ્લાન નથી. આ બંને કંપનીઓ દરરોજ 3 જીબી ડેટાવાળા ઘણા પ્લાન ઓફર કરે છે, પરંતુ તેમાં વેલિડિટી વધુમાં વધુ 84 દિવસની મળે છે. 84 દિવસ બાદ તમારે ફરી રિચાર્જ કરાવવું પડે છે. વોડાફોન આઇડિયાના 84 દિવસવાળા પ્લાનની કિંમત 801 રૂપિયા છે. જ્યારે એરટેલની પાસે 56 દિવસની વેલિડિટીવાળો પ્લાન છે, જેની કિંમત 558 રૂપિયા છે.

(4:03 pm IST)