Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

પોર્ન ફિલ્મ કેસમાં રાજ કુન્દ્રાની મુશ્કેલીમાં વધારો : ક્રાઇમ બ્રાન્ચે કેસની તપાસ માટે SIT ની રચના કરી

ACP સ્તરના અધિકારી આ ટીમનું નેતૃત્વ કરશે:આ ટીમ ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીને રિપોર્ટ કરશે

મુંબઈ :  પોર્ન ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરાયેલા રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાજ કુન્દ્રા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને હજુ સુધી તેને જામીન મળી શક્યા નથી.ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ માટે એક તપાસ ટીમની રચના કરી છે.

અહેવાલો અનુસાર, પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ માટે SIT ની રચના કરી છે.ઉલ્લેખનીય છે કે, ACP સ્તરના અધિકારી આ ટીમનું નેતૃત્વ કરશે. ઉપરાંત આ ટીમ ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીને આ અંગે રિપોર્ટ કરશે.

(1:00 pm IST)