Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃત્યુ

કુલ ૬૬ કેસની પુષ્ટિ થતા આરોગ્યતંત્રની વધી ચિંતા

મુંબઇ, તા.૧૪: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરીએન્ટે દહેશત ફેલાવી છે.રાજયમાં અત્યાર સુધીમાં ૬૬ દર્દીઓ ડેલ્ટા પ્લસ વેરીએન્ટથી સંક્રમિત થયા છે, જેમાંથી પાંચ દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.નવાઈની વાત તો એ છે કે,સંક્રમિત દર્દીઓએ કોરોના વેકિસનનાં બંને ડોઝ લીધા છે.રાજયના અલગ અલગ શહેરોમાં જીનોમ સિકવન્સિંગની તપાસમાં આ વેરીએન્ટની પુષ્ટિ થઈ હતી.આપને જણાવી દઈએ કે,રત્નાગિરી,રાયગઢ અને બીડ શહેરમાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટના એક -એક કેસ સામે આવ્યા છે.

ડેલ્ટા પ્લસ વેરીએન્ટને કારણે અત્યાર સુધીમાં રત્નાગિરીમાં બે,જયારે મુંબઈ,રાયગઢ અને બીડમાં એક દર્દીનું મોત થયું છે. મૃતકોમાં ત્રણ પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે, મૃત્યુ પામનાર તમામ દર્દીની ઉંમર ૬૫ વર્ષથી વધુ છે અને તેઓ બિમારીથી પિડીત હતા.મૃતકોમાં બે દર્દીઓએ કોરોના વેકિસનનાં બંને ડોઝ લીધા હતા,જયારે બે દર્દીઓએ વેકિસનનો એક ડોઝ લીધો હતો, જયારે અન્ય એક દર્દીની વેકિસનેશન અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે.

છેલ્લા એક સપ્તાહમાં રાજયમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો આંકડો ૨૧ થી ૬૬ સુધી પહોંચી ગયો છે. જોકે આમાં કેટલાક કેસ જૂન મહિનામાં સામે આવ્યા હતા, જેનો જીનોમ સિકવન્સિંગ  રિપોર્ટ તાજેતરમાં જ આવ્યો છે. રાજય સર્વેલન્સ ઓફિસર ડો.પ્રદીપ અવાટેએ જણાવ્યું હતું કે, ગભરાવવાની કોઈ જરૂર નથી, કારણ કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટમાં મૃત્યુના કેસોમાં મોટાભાગના દર્દીઓ બિમારીથી પિડીત હતા.વધુમાં કહ્યું કે, ડેલ્ટા હજુ પણ સૌથી ઘાતક વેરિએન્ટ છે, એ સમજવું પણ જરૂરી છે.

સર્વેલન્સ ઓફિસરે વધુમાં જણાવ્યું કે, લોકોએ માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું જોઈએ. આપને જણાવી દઈએ કે,ગુરુવારે મુંબઈમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે ૬૩ વર્ષીય મહિલાના પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ મહિલાને જુલાઈના અંતમાં કોરોના વેકિસનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

ગ્પ્ઘ્ના અધિકારીઓએ જણાવ્યું કે, મહિલાના મૃત્યુ બાદ તેમના સંપર્કમાં આવનાર બે લોકોમાં નવા વેરિએન્ટની પુષ્ટિ થઈ છે.આપને જણાવી દઈએ કે, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધારે કેસ ઉતર મહારાષ્ટ્રના જલગાંવમાં નોંધાયા છે,જયારે રત્નાગિરીમાં ૧૨ કેસ અને મુંબઈમાં ૧૧ કેસ સામે આવ્યા છે.

(12:45 pm IST)